છત્તીસગઢ: ધ્વજ પર વિવાદ, કવર્ધામાં અથડામણ બાદ કલમ 144 લાગુ, 50 થી વધુની ધરપકડ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

રાયપુર, તા. 06 ઓક્ટોબર 2021 બુધવાર

છત્તીસગઢના કવર્ધામાં ધ્વજને લઈને શરૂ થયેલો વિવાદ હિંસક થયા બાદ ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. કવર્ધામાં કલમ 144 લાગુ છે તો પોલીસે વીડિયો ફૂટેજના આધારે 70 લોકોની ઓળખ પણ કરી લીધી છે જેમાંથી 50થી વધારે લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે.

રવિવારે કવર્ધાના લોહારા નાકા ચોક પર કેટલાક યુવકોએ પોતાનો ધ્વજ લગાવી દીધો હતો, જે બાદ દુર્ગેશ નામના યુવકની મારપીટ કરાઈ.
આ મારપીટ બાદ બે જૂથમાં અથડામણ થઈ ગઈ અને આ દરમિયાન બંને તરફથી જોરદાર હોબાળો થયો.

શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્રએ કલમ 144 લગાવી દીધી હતી પરંતુ તેમ છતાં મંગળવારે એક સંગઠને કવર્ધા બંધનુ આહ્વાન કર્યુ અને પ્રદર્શન કર્યુ. આ પ્રદર્શન દરમિયાન પણ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો અને કેટલાક સ્થળો પર તોડફોડ પણ કરવામાં આવી. સ્થિતિને સંભાળવા માટે પોલીસે ભારે લાઠી ચાર્જ કર્યો અને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના ગોળા પણ દાગ્યા.

70 લોકોની ઓળખ, પોલીસની ફ્લેગ માર્ચ

ઉપદ્રવ બાદ પોલીસે કવર્ધાને છાવણીમાં ફેરવી દીધુ છે. હજારોની સંખ્યામાં પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે અને શહેરમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે. ઉપદ્રવમાં સામેલ લગભગ 70 લોકોની વીડિયો ફૂટેજથી ઓળખ કરી દેવાઈ છે અને તેમાંથી લગભગ 58 લોકોની ધરપકડ કરી દેવાઈ છે. સુરક્ષાના ધ્યાનમાં રાખતા હાલ કવર્ધામાં તમામ વ્યવસાયિક પ્રતિષ્ઠાનો અને શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવામાં આવ્યા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •