આદિવાસી ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવનાર હોકી કેપ્ટન – Jaypalsinh Munda Adivasi

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

myadivasi: Jaypalsinh Munda Adivasi
આદિવાસી ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવનાર હોકી કેપ્ટન - Jaypalsinh Munda

 

આજે હું તમને એક વાર્તા કહીસ. પ્રમોદ પાહનની વાર્તા મરણગ ગોમકેની વાર્તા આ વાર્તા રમત સાથે જોડાયેલી  છે ભારતની પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડથી જોડાયેલી છે આ વાર્તા રાજનીતિ સાથે જોડાયેલ છે આ વાર્તા આદિવાસીઓ સાથે જોડાયેલી છે તમારે પણ તે જાણવું જોઈએ.

અમરૂ પાહનાના પુત્ર પ્રમોદ પાહનનો જન્મ 3 જાન્યુઆરી 1903 માં થયો હતો. ઝારખંડ માં ખુંટ્ટી પાસે ટોકરા પઠનટોલી માં થયોહતો.માં તે સમયે જન્મ તારીખ યાદ રાખવું શક્ય ન હતું પિતા એ 3 જાન્યુઆરી         1911 શાળામાં પ્રવેશ લેવડાવ્યો,પછી જન્મ તારીખ 3 જાન્યુઆરી માંનીલીધી. શાળામાં મા નામ બદલ્યું નામ રાખવામાં આવ્યું જયપાલશિહ. હવે તમે સમજી ગયા હસો કે વાત  છે ભારતની પ્રથમ ઓલિમ્પિક હૉકી ટીમના કપ્તાન જયપાલ સિંહ મુન્ડા જેની કેપ્તામ્સીપમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યું હતું.

જયપાલ સિંહ પર એક શબ્દ બરાબર બેસે છે –  વિધ્રોહી. તેમની સંપૂર્ણ જીવન વિદ્રોહથી ભરેલું રહ્યું બળવો આખી જીંદગી માં રહ્યો,તેઓ ગુલામ ભારત માં હોકી માટે તેમના ઓક્સફોર્ડની આઇસીએસ ડિગ્રી દાવ પર મૂકી. તે ઇંગ્લેન્ડમાં ભણી રહ્યાહતા, જ્યારે તેમને ભારતીય ટીમના કેપ્ટનસીપ કરવા કહ્યું હતું.

ભણતર  છોડી દીધુ અને  ટીમના કપ્તાન બન્યા                                                                                                      

1928 માં એમસ્ટરડેમ ઓલિમ્પિક માટે જવાની પરવાનગી નહોતી. બળવો કર્યો અને ગયા આ ઓફર ઇફ્તિઆર અલી ખાન પટૌડી માટે પણ હતી. પરંતુ પટૌડીએ અધ્યયન અને ક્રિકેટ પસંદ કર્યું જૈપાલ સિંહ મુન્ડાને આજીવન આઈસીએસ પૂરું ન કરી ના શક્યા અને આખીજીન્દગી ડીગ્રી વગર રહ્યા હતા . પરંતુ વિધ્રોહી આવી બધી બાબત ની ક્યાં ચિંતા કરે છે? જયારે કોલેજમાં દંડ ભરવાની નોબત આવી ત્યારે તે પછી  ઓલિમ્પિક પતાવ્યા પછીથી બધું છોડીને ભારત પાછા આવે છે. રસપ્રદ આ છે.  ચોકાવનારી બાબત એ છે કે ત્યાર પછી બીજી વખત તેમને ટીમમાં લેવામાં આવ્યા ન હતા.

સ્વતંત્ર સેનાની અને વિધિહ વિચાર ધારા હતી , જેના કારણે ૧૯૨૮ ના ઓલમ્પિક ફાયનલ રમ્યા વગર ઇંગ્લેન્ડ પાછા જતા રહ્યા. ઘણા જાણકારોનું કેવું છે કે  આનું કારણ ટીમ માં બીજા ની દખલગીરી હતી જે મુંડાને મંજુર નહતું .

શિક્ષક બન્યા , પરંતુ રંગભેદ ના કારણે કર્યો બળવો

ભારત આવી, ઘણા મોટા સંસ્થાઓ સાથે કામ કર્યું ફરી શિક્ષક બન્યાં રાણપુરમાં પ્રિંસેઝ કોલેજના પ્રિન્સિપલ બન્યા અહીં શાહી પરિવારના બાળકોને એક ‘કાળી આદિવાસી’ થી શિક્ષા લેવી કબૂલ ના હતું.

પાંચ વખત લોકસભાના સાંસદ બન્યાં 

જયપાલ સિંહે વંચિત લોકોના ને  સમાન કરવા માટે લડાઈ શરૂ કરી. આદિવાસી મહાસભા બનાવી. તેમણે સતત પાંચ વાર લોકસભાની ચૂંટણી જીતી. ભારતીય બંધારણમાં, તેઓ આદિવાસીઓને અનામત અપાવવા માટે લડ્યા. તે સમયે, તેમણે જવાહરલાલ નેહરુનો વિરોધ કર્યો.

તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બંધારણમાં સુધારાના મુદ્દામાં ચર્ચામાં ભાગ લીધો હતો. તે બિલ 228-20 થી પસાર થયું હતું. વિરોધમાં 20 મત પૈકી એક, જયપાલ સિંઘ મુંડા તે તેમના સમાજની લાગણી અને બળવાખોર સ્વભાવ ને દર્શાવે છે. તેમને મારાંગ ગોમક કહેવાતા હતા એટલે કે એક મહાનનેતા.

જો ઝારખંડ આજે અલગ રાજ્ય છે,પરંતુ તે સમયે તેના બીજ વાવેતર કરવામાં આવ્યા હતા. આજે તેનું નામ ફક્ત પુસ્તકોમાં દફનાવવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા,એક અખબારમાં,તેઓ તેમની કબર અને ઘરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાં  એક શાળા છે, જેમાં જયપાલ સિંઘ મુંડાએ અભ્યાસ કર્યો હતો લાંબા સમય થી ત્યાં માત્ર ત્રણ રૂમ છે

તેમના એક પુસ્તક, જે તેમના પુત્રને કારણે પ્રકાશિત થયું હતું. તે પુસ્તકજ છે,જે તેમને વિશે ઘણું બધું કેવાનું કામ કરી રહી છે.એક વ્યક્તિ વિશે, જેમને રમત ગમતી, જેમણે અભ્યાસ ગમ્યો, જેમણે નૃત્ય અને ગીત ગમ્યું,જેમણે આદિવાસી અને પછાત લોકોમાટે માટે અવાજ ઉઠાવવો ગમ્યો. એકંદરે,એક બળવાખોર બનવું ગમ્યું. ભારતનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા,

આદિવાસીની પરિસ્થિતિ તે સમયે પણ દયનીય હતી અને આજે પણ દય્નીય છે…અને બીજા લોકો આદિવાસી ઓનો ફક્ત લાભાજ ઉઠાવે છે એવું પ્રતીત થાય છે.

ડો. ભાવિન વસાવા


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.