આદિવાસી ભીલ સમાજની કલા,સાહિત્ય,ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી

SHARE WITH LOVE
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares

*આદિવાસી ભીલ સમાજની કલા,સાહિત્ય,ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખીઃ-*

ભિલોનો ઐતિહાસિક પુર્વ ભુમિકા

(૧) દાબ મંડળના રાજાઓઃ-
*ઘાણીખુંટ રાજય* :- રાજા તારાહમાલ, રાણી ઉમરાવાણું ,રાજકુંવર રાજપાઠો, યાહામોગી

*દાબ મંડળના કોઠારી* :- બાહાગોર્યા, રાણી દેવગોદર, રાજકુંવર વિનોદેવ

*અહરનું રાજ* :- ભીલોનું પ્રથમ રાજધારાની ૪૦૦૦ વર્ષ પુર્વ ઉદેપુરની દક્ષિણ ભાગમાં આવેલ હતું જેનું નામ આર્ય રાજા ઉદયસિંહ રાજાણએ ઉદેપુર રાખ્યું હતું.

*શ્રીદોસરા* :- ભીલ રાણીનું વિરાટ રાજ ધ્વારકા નગરી પાસે આવેલ હતું. *નાગપુરનું રાજય*:- મહારાષ્ટ્રમાં પુર્વમાં આવેલ નાગપુર ઇ.સ.૬૫ સુધી ચૌર અને મુન્ડા જાતિના આદિવાસીઓએ રાજ કર્યુ.

*માળવાનું રાજય* :- આદિવાસી ભીલ રાજાઓ પર પ્રથમ આર્ય રાજા વિક્રમાદિત્ય પરમારે અયોધ્યામાંથી આવેલ આર્ય રાજાએ માળવાના ધનજી ભીલ પાસેથી ઇ.સ.૮૫૬ માં જીતી લઇ તેનું નામ બદલી ઉજૈનન નગરી રાખ્યું.

*જયપુરનું રાજય* :- જયપુરમાં મીણા ભીલો રાજ કરતા હતા. જયપુરનું જુનું નામ અંબૈર હતું ત્યારબાદ ઘુન્ઘર ઓળખવામાં આવતું હતું. રાજસ્થાનના મીણા લોકના પાંચ રાજયો હતા.

 *ભીલમાલ રાજય* :- ભીલમાલ એ ભીલોની ગુજજર રાજધાની હતી. ઇ.સ. ૭ મી સદીમાં તેનો લેખ આવે છે. આર્યો લોકોએ ભીલો પરથી આ રાજય લઇ લીધું.

*ઇડર ગઢનું રાજય* :- ઇડર એ સાંબરકાઠા જિલ્લાનો તાલુકો છે. ત્યાંના રાજા ભીલ મંડલીકા માળવાપછીનું બીજા નંબરનું રાજય હતું. આ રાજય રાજા નાગા આદિત્ય પરમારી ઇ.સ. ૬૨૪ માં ભીલ રાજા પાસેથી જીતું લીધું હતુ. મંડલીકા ભીલે તરીકે બાપા રાવલની નિમણૂક કરી.

*નાગદાનું રાજય* :- નાગદાએ મધ્યપ્રદેશમાં આવેલું રાજય છે. આ રાજય આર્યોએ ઇ.સ. ૧૧૭૪ માં પડાવી લીધું હતું.

*આબુનું રાજય* :- આબુનું રાજય ભીલો પાસેથી ઇ.સ.૧૧૯૦ માં આર્ય રાજા જેત્સી પરામરે કબજે કર્યુ. હતું. તેનો રાજા કેયો ભીલ રાજા રાજ કરતા હતા.

*દાંતાનું રાજય* :- અંબાજી ગઢમાં દક્ષિણમાં દાતા તાલુકો ત્યાં દાંતા ભીલ નામના રાજા રાજય કરતા હતા. ઇ.સ.૧૩૧૩ માં તેની પત્નિનું દંતેશ્વરી માતા હતું.

*જગદાલપુરનું રાજય* :- જગદાલપુરમાં ઇ.સ.૧૩૧૩માં કોકટીયા ભીલ રાજાનું રાજય હતું. ત્યાં હાલમાં માળકીયા દેવીનું મંદિર છે. જગદાલ દાંતીવાળપુર થી ૫૦ કિલોમીટર દુર આવેલું છે.

*મેઘાભીલનું રાજય* :- ગુજરાતના સાબરકાંઠામાં આવેલ મેઘરજ તાલુકો તરીકે ઓળખાય છે. ઇ.સ. ૧૩૨૩માં સ્થાપના કરેલ આ ભીલ રાજયનું આર્ય રાજા હમીરસિંહએ પડાવી લીધું હતું.
*બંદુઘાટીનું રાજય* :- આ રાજય મીણા ભીલ રાજા પાસે હતું. તેની રાણીનુંના નામ મીના હતું આ રાજયને ઇ.સ. ૧૩૪૨માં આર્ય રાજા રાવદેવાએ પડાવી લીધું હતું.

*ડુંગરપુરનું રાજય* :- ડુંગરપુર રાજસ્થાનમાં આવેલું હતું. તે આજે જિલ્લા મથક છે. તેના મુળ રાજા ડુંગરીયા ભીલ રાજ કરતા હતા. ડુંગરીયા ભીલ બે રાણી હતી (૧) ધના અને બીજીનું નામ કાલી હતું તેના પર ડુંગરપુર ગઢના ઉપરના બે મંદિરો બનાવ્યા છે. આ રાજય ૧૪મી સદીમાં ડુંગરીયા ભીલને મારી આર્ય રાજા રાવલવિરલસંગદેવ એ કબજો કર્યો હતો.

*ભોમતીની રાજધાની* :-ઇ.સ.૧૩૮૮માં મેરપુરનારાજા રણમલદેવ ભીલ રાણા સાથે લગ્ન કર્યા હતા.તેના બે બાળકો થયા હતા. તેઓ ગરાસીયા કહેવાયા તેઓ આ ભીલ રાજકુમાર કહેવાયા .આ રાજય આર્ય લોકોએ આર્ય રાજા મહારાણા કુંભાએ જીતું લીધા હતા. અને અસંખ્ય ભીલના માથા વાઢી નાંખ્યા હતા.આમ ભીલો જાન બચાવી જંગલ તરફ ભાગ્યા હતા.એણે નવી ત્રણ રાજધાની સ્થાપી બંસી ભીલે બાસવાડા દેવેલીયા ભીલે દેવલીયા તથા ખંડેભીલે ખાંડવાની નવી રાજધાની સ્થાપી.

*ખાંડવાનું રાજય* :-ખંડુ ભીલ એ ગામેતી ભીલ રાજા હતો. એણે ખંડવાની રાજય રાજધાની સ્થાપી હતી. તેને ઇ.સ.૧૫૮૩માં મહારાણા માનસિંગે આક્રમણ કરી ભીલને મારી નાખી રાજય પડાવી લીધું.

*બાસવાડાનું રાજય* :- બંસીભીલે ઇ.સ.૧૫ મી સદીમાં બાંસવાડા નવી રાજધાની સાથે સ્થાપી ૧૫મી સદીમાં મહારાજા રાવલમાનસિંગ આક્રમણ કરી ભીલને મારી નાખી રાજય પડાવી લીધું.

*દેવલીયા ભીલ* :-દેવલીયા ભીલનું રાજય મહારાણા પ્રતાપના હાથમાં તે રાજય જતાં તેનું નામ પ્રતાપગઢ પડયું. જયારે દિલ્હીના બાદશાહ અકબરે આક્રમણ કર્યુ. ત્યારે ૫૦ હજાર ભીલોએ મહારાણા પ્રતાપનો વિરોધ કર્યો હતો.

*કુશલગઢનું રાજય* :-કુશલગઢનું રાજય કુશાભીલે સ્થાપ્યુ. પરંતું તેના ઉપર આર્ય રાઠોડ રાજાએ આક્રમણ કરી રાજય પડાવી લીધું.

*કોટા* :-રાજસ્થાનમાં કોટા શહેર એ કોટિયાભીલે વસાવ્યું. હતું.

*ગ્વાલીયરનું રાજય* :-ગ્વાલીયર શહેર એ સંપુર્ણ ભીલો પાસે હતું તે ધોળપુર તરીકે ઓળખાતું હતું.

*હલ્દીધાટીનું રાજા પુંજાભીલ* :-હલ્દીધાટીમાં મહારાણા પ્રતાપની આગેવાનીમાં મુસ્લીમ સૈન્ય સાથે ૫૦ હજાર ભીલોએ પોતાની જાન લગાવી દીધી હતી. તેના જાગીરધાર તરીકે નિમાય હતા.


SHARE WITH LOVE
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares

Leave a Reply

Your email address will not be published.