ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 1, 2, 3ની 215 જગ્યા પર ભરતી જાહેર કરી, જાણો વિગત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

રાજ્યમાં સરકારી નોકરી મેળવા ઈચ્છતા યુવકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ 1 અને 2 અધિકારી માટે 183 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કલેક્ટર-નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15, નાયબ પોલીસ અધિક્ષક એટલે કે DySP માટે 8, જિલ્લા નાયબ રજીસ્ટ્રાર માટે 1, રાજ્ય વેરા કમિશનર સહાયક માટેની 48, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણની 1 મળીને ક્લાસ 1 માટેની 73 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત, ક્લાસ 2 માટે મામલતદારની 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિ કલ્યાણની 1, સરકારી શ્રમ અધિકારીની 2 રાજ્ય વેરા અધિકારીની 75 આમ ક્લાસ 2ની કુલ 110 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ક્લાસ 1 અને 2 માટે કુલ 183 જગ્યાઓ પર ભરતી માટે જાહેર સેવા આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 28-9-2021 થી 13-10-2021 બપોરે 1 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે. કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર પરીક્ષામાં ભાગ લઇ શકે છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય અને તેનું પરિણામ  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં આવી જાય તો આ વિદ્યાર્થી પણ અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હશે તેમની પરીક્ષા 12-12-2021ના રોજ યોજવામાં આવશે. જાહેર પ્રીલીમીનરી પરીક્ષામાં 200 માર્ક્સના બે પ્રશ્નો પૂછવામાં આવશે અને પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે. 12-12-2021ના રોજ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા બાદ તેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નો પૂછવામાં આવશે અને પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે. અંતિમ પરીક્ષાની તારીખ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક-મદદનીશ નિયામક, ક્લાસ 2ની 6, નાયબ નિયામક,  ગુજરાત આંકડાકીય સેવા ક્લાસ 1ની 13, વહીવટી અધિકારી-મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, ક્લાસ 2ની 6, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) ક્લાસ 2ની 1, પ્રવર ઔષધ નિરીક્ષક ક્લાસ 2ની 3, ગાંધીનગર મહાનગરપાલિકામાં જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2ની 1 અને પ્લાનીંગ આસિસ્ટન્ટ ક્લાસ 3ની 2 આમ કુલ 215 જગ્યાઓ માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •