ભારતીય સેનામાં જોડાવાની તક: કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર સેનામાં જોડાવ, મહિલા અને પુરૂષ બંને કરી શકશે અરજી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ભારતીય સેનામાં શામેલ થવા માટે ઉત્સુક યુવાનો માટે સોનેરી તક આવી છે. હકીકતમાં જોઈએ તો, ઈંડિયન આર્મીમાં પુરૂષો અને મહિલા બંને ઉમેદવારો માટે એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ અંતર્ગત અધિકારીઓના પદ પર ભરતી માટે અરજીઓ મગાવામાં આવી રહી છે. તમામ ઈચ્છુક ઉમેદવાર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 15 જૂલાઈ 2021 છે.

આ રિક્રુટમેંટ પ્રક્રિયા અંતર્ગત કુલ 55 વેકેન્સી પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ છે કે આ પદ પર અરજી કરતા પહેલા ભારતીય સેના ભરતી 2021 સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું.

ઈંડિયન આર્મી રિક્રુટમેંટ 2021ની મહત્વની તારીખો

ઓનલાઈન અરજી જમા કરવાની શરૂઆત- 16 જૂન 2021
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 15 જૂલાઈ 2021

વેકેન્સી

NCC પુરૂષ – 50
NCC મહિલા – 50

પસંદગી માટે ધોરણો

ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ હોવું જોઈએ. તેમને એનસીસીના સીનિયર ડિવીજન/વિંગમાં ઓછામાં ઓછો બે કે ત્રણ વર્ષ (જેમ લાગૂ હોય તેમ) કામનો અનુભવ પણ હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં SSB ઈન્ટરવ્યૂ બાદ ઉમેદવારોનું શોર્ટલિસ્ટમાં શામેલ છે, તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તે પસંદગીના કેન્દ્ર પર એસએસબી રાઉંડમાંથી પસાર થયા બાદ એલિજિબલ હશે. ઉમેદવારને બે ફેઝ માટે સિલેક્શન પ્રોસેસના માધ્યમથી રાખવામાં આવશે. સ્ટેજ 1 ક્લિયર કર્યા બાદ સ્ટેજ 2માં જશે. સ્ટેજ 1માં ફે ઉમેદવારોને પાછા મોકલી દેવામાં આવશે.

NCC પુરૂષ – 50
NCC મહિલા – 50

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •