સરકારી વિભાગમાં નોકરી માટેની ભરતી પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી ૮ હજાર જગ્યાઓના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના આદેશ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

કોરોના કાળ વચ્ચે રોજગારીને લઈને યુવાનોની વધેલી ચિંતાને દૂર કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહિવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.

રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીએ યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લીધા છે. જે અંતર્ગત રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા સંબંધિત વિભાગને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ આદેશો આપ્યા છે.

સાથે જ ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયથી આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે અને હવે આગામી સમયમાં વધુ યુવાનોને સરકારી વિભાગોમાં નોકરીઓ મળે તેનો માર્ગ પણ મોકળો કરવામાં આવ્યો છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •