યુવાવસ્થામાં કરી લો આ 4 કામ, જીવનભર નહીં રહે પૈસાની તંગી, જાણો

SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

કેન્દ્ર સરકારે સામાન્ય વ્યક્તિને આર્થિક રૂપથી સમૃદ્ધ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો કે, જાણકારી ન હોવાના કારણે મોટાભાગના લોકો આ યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી. સરકારની ચાર એવી યોજનાઓ વિશે જાણો જેના માધ્યમથી તમારે અને તમારા પરિવારને પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં.

લોકોને જીવન વીમા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે, 2015એ વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ લાઇફ ઇન્સ્યોરન્સ લઈ શકે છે. આ યોજનાનો લાભ એકાઉન્ટ હોલ્ડર ઉઠાવી શકશે. આ યોજના માટે વાર્ષિક માત્ર 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજના હેઠળ દુર્ઘટનામાં મૃત્યુ અને અપંગ થવાની સ્થિતિમાં 2 લાખ રૂપિયા અને આંશિક અપંગતાની સ્થિતિમાં 1 લાખ રૂપિયા વીમા કવર આપવામાં આવે છે. સરકારી આંકડા અનુસાર ફેબ્રુઆરી 2018 સુધી આ યોજના સાથે 13 કરોડ 25 લાખ લોકો જોડાયા છે.

ગરીબ અને ગ્રામીણ પરિવારોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સંકટથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે, 2015એ વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના લોન્ચ કરી હતી. 18થી 50 વર્ષની ઉંમર ધરાવતો કોઈ પણ વ્યક્તિ આ યોજના સાથે જોડાઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે દર વર્ષે 330 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહેશે. આ એક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે, જેમાં લાભાર્થીની મોત બાદ તેમના પરિવારને બે લાખ રૂપિયાની મદદ મળે છે. ફેબ્રુઆરી 2018 સુધી આ યોજનામાં અંદાજિત 5.22 કરોડ પરિવારો જોડાઈ ચૂક્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે પણ બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.

બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર બાદ આર્થિક રૂપથી મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મે 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર બાદ એક નક્કી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. 18થી 40 વર્ષનો કોઈ પણ કામદાર આ પેન્શન યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ પેન્શન યોજનામાં ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. આ યોજના હેઠળ 1 હજારથી 5 હજાર રૂપિયા સુધી માસિક પેન્શન આપવામાં આવે છે, જેના માટે 500 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધી વાર્ષિક રોકાણ કરવું પડશે. આ યોજના સાથે જાન્યુઆરી 2018 સુધી અંદાજિત 80 લાખ લોકો જોડાય છે. બેન્ક, પોસ્ટઓફિસ દ્વારા આ યોજના સાથે જોડાઈ શકાય છે.

બાળકીઓને બચત માટે પ્રોત્સાહિત કરવા અને તેમના સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરી 2015એ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. પ્રત્યેક પરિવાની બે બાળકીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. યોજનાનો લાભ ઉઠાવવા માટે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ જન્મ બાદથી 10 વર્ષની ઉંમર સુધીની બાળકીનું એકાઉન્ટ ખુલી શકે છે. આ એકાઉન્ટમાં વાર્ષિક ન્યૂનતમ 1000 રૂપિયા અને મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. બાળકીની ઉંમર 21 વર્ષની થવા પર આ જમા રકમ વ્યાજ સાથે મળશે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં નવેમ્બર 2017 સુધી 19,183 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા થઈ ગઈ છે.


SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

Leave a Reply

Your email address will not be published.