એક સફળતા LRD મહિલા ભરતીમાં આદિવાસીએ પોતાનો અધિકાર મેળવ્યો

SHARE WITH LOVE
  • 166
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    166
    Shares

LRD મહિલા ભરતી માં આદિવાસી દીકરી ઓ ને ન્યાય મળ્યો છે અને સમાજ ને ન્યાય મળ્યો છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે આદિવાસી એક થાય અને સંગઠિત થાય તો જીત અવશ્ય મળે છે. આજ છે આદિવાસી સંગઠન ની તાકાત.

સાચાં આદિવાસી અધિકાર બચાવો સમિતિનાં દ્વારા ચાલતું  RBC આરબીસી બાબતનું આંદોલન તેમજ આદિવાસી મહિલા ઓ દ્વારા તેમની ખુલ્લામાં બેસી ચાલતું LRD નું આંદોલન આમ ગાંધીનગર છાવણી માં બે અલગ અલગ અંદોલન ચાલુ હતા..

સરકારશ્રી સાથે સતત સંપર્કમાં રહી ચર્ચા કરી હકારાત્મક પરિણામ મેળવી શક્યા છીએ. ધણાં બૌધ્ધિક અને મિત્રો હાઈકોર્ટમાં પીટીશન કરવા જણાવતાં હતાં પરંતુ સરકાર સાથે વાટાઘાટો કરી આજની પરિસ્થિતિમાં આપણે સૌ હકારાત્મક પરિણામ મેળવી શક્યા છીએ.

આદિવાસી બેહનોનું કટ ઑફ માર્કસ 59.5 નીચે લાવી મેરીટ લીસ્ટ બનાવ્યુ છે. જે મહીલાઓનુ મેરીટ લીસ્ટ બન્યુ અને આજે કુલ 5383 હથીયારધારી અને બીન હથીયારધારી બહેનોને જિલ્લાઓની ફાળવણી થઈ છે.

સમાજ ના દરેક લોકોએ આ લડત માં સોસીઅલ મીડિયા નો ઘણોજ સારો ઉપયોગ કર્યો..

એલઆરડી – મહીલા લોકરક્ષકની ભરતીમાં ઉત્તિર્ણ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. અન્ય સમાજની દીકરીઓનું મેરીટ લીસ્ટ બનાવી સમાવેશ કર્યો છે. અગાઉ બધાનું એક સરખુ કટ ઑફ માકૅસ 62.5 ટકા રાખી આપણી દીકરીઓને અન્યાય કર્યો હતો અને આપણી આદિવાસી ST દીકરીઓને બાકાત રાખી હતી.

શ્રી વી આર ચારેલ, શ્રી ભરતભાઈ મોડીયા તથા સમિતિ સભ્યો અને સ.આ.સ. ગુજરાત રાજ્યનાં મહામંત્રી શ્રી પી એમ કટારા અને ગાંધીનગર યુનિટ ના કાર્યવાહક સમિતિના પ્રમુખશ્રી કમલેશભાઈ તબીયાર ની આખી ટીમ, શ્રી ડૉ. પ્રદિપ ભાઇ, શ્રી રાજુભાઈ વલવાઈ, શ્રી અરુણ ચૌધરી,

ડો. ભાવિન વસાવા ભરૂચ , ડો પ્રફુલ વસાવા, પ્રવીણ પારગી, ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ – ગાંધીનગર ના પ્રમુખ શ્રી રતનસિંહ ભુરીયા તેમજ બંને છાવણી પર હાજર રેહાનાર અને હાજરી આપનાર દરેક કે ખંત અને હિંમત થી પોતાનું યોગદાન આપેલ છે. આપ સૌનો આભાર.

આ બાબતે આખા આદિવાસી સમાજે અને આ આદિવાસી LRD છાવણીમાં બેઠેલી બહેનો એ સાંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા, શ્રી જશવંત ભાભોર, શ્રી ગીતાબેન રાઠવા, શ્રી પ્રભુ વસાવા , શ્રી ડો કે સી પટેલ પૂર્વ સાંસદ શ્રી ડો પ્રભાબેન તાવીયાડ તેમજ ધારાસભ્યો શ્રી છોટુભાઈ વસાવા, શ્રી ગણપતસિંહ વસવા, શ્રી અનંત પટેલ, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી અભેસિંહ તડવી, શ્રી નરેશભાઈ પટેલ શ્રી રમેશભાઈ કટારા, શ્રી આનંદ ચૌધરી, શ્રી અશ્વિન કોટવાલ, શ્રી ભાવેશ કટારા, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી મોહનસિંહ રાઠવા, શ્રી પી ડી વસાવા, તેમજ અન્ય સૌએ સાથે રહીને સરકાર માં કટ ઑફ ધટાડી અમારી આદિવાસી દીકરીઓને ઑડર અપવા રજૂઆત કરી હતી.

માન.મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા એ મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી હતી. તેમજ વિધાન સભાસત્ર ચાલુ હોય વિધાન સભામાં પણ ઘણા આદિવાસી ધારા સભ્યો એ આ બાબતો પર સરકાર વિધાન સભાનું ધ્યાન દોરી યોગ્ય ઉકેલ લાવવા જણાવેલ.

છાવણી પર હાજર બેહાનોમાં અને હિંમત થી આંદોલન ને વેગતું રાખનાર તેજલ વસાવા, માયાબેન બારિયા, અંકિતા ચોધરી, વૈશાલીબેન બામણીયા, વર્ષાબેન ચૌધરી વગેરે સર્વ બહેનોએ આદોલન માં ભૂમિકા ભજવી હતી.

તા. 26-02-2020 નાં રોજ RBC છાવણી પર ઉપવાસમાં બેઠેલી એલ.આર.ડી.ની બહેનો આવી હતી સમર્થન માંગવા માટે જેથી વિચાર વિમસ કર્યા બાદ બીજા દિવસે RBC છાવણી થી આદિવાસી બેહનોની છાવણી પર ગયા હતાં અને સમર્થન આપ્યું હતું. જોકે RBC બાબતે સમાધાન થયા બાદ RBC છાવણી બંધ કરી દેવામાં આવી હતી. તે દરમીયા બહેનો એકલી પડી ગઈ હતી. જોકે પછીના દિવસોમા ઘણા આગેવાન આ બહેનો સાથે રહ્યા હતા. LRD ની બહેનોને ન્યાય હજી મળ્યો નથી એ બાબત ખ્યાલ આવતા RBC છાવણી સહીત આખો સમાજ એક જૂથ થયો હતો. જે હોય તે અંત ભલા તો સબ ભલા..

આખો આદિવાસી સમાજ આ બહેનોનાં સમર્થનમાં હતો અને રહેશે એમાં કોઈ બેમત નથી.
આ પરિણામ આદિવાસી સમાજના સૌનાં સાથ સહકારથી મળ્યું છે, નામી અનામી તમામની મહેનત અને સહકારનું પરિણામ આજે સમાજ ને મળ્યું છે.

પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ અંદોલન માં સહયોગ કરનાર સૌ ને પ્રણામ જય આદિવાસી


SHARE WITH LOVE
  • 166
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    166
    Shares