ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય કારકુન / ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ્દ

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય કારકુન / ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યો છે.

રાજ્યના યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે લેવાયેલ આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલ ગેરરીતિ સંદર્ભે જે રજૂઆતો થઇ હતી અને તેઓ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પૂરાવાઓ રજૂ કરાયા હતા અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પરીક્ષાની ન્યાયિક તપાસ કરવા માટે SITની રચના કરવાની માંગ કરી હતી. તે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ તે જ દિવસે SITની રચના કરવાનો નિર્ણય યુવાનોના હિતમાં લીધો હતો. આ કમિટી દ્વારા ૧૦ દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવા જણાવાયું હતું. કમિટીએ આ રીપોર્ટ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો હતો. અને એના પ્રથમદર્શી અહેવાલમાં પેપર લીક થયા અંગેનું તારણ આવ્યું હોઇ, યુવાનોના હિત માટે આ નિર્ણય કરાયો છે.

બિન સચિવાલય કારકુનની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ ન લઇ જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે તેમાં સી.સી.ટી.વી. ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાયો છે અને તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. એ જ રીતે પરીક્ષા ખંડમાં જે વિદ્યાર્થીઓ એકબીજાને પૂછીને પેપર લખતા હતા તેઓને પણ ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે સાથે પરીક્ષા કેન્દ્રના સંચાલકો, વર્ગ ખંડ નિરીક્ષક, સુપરવાઇઝરની પણ ગેરરીતિમાં સંડોવણી જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ આવી સંસ્થાઓને ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર તરીકે બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે.

Source:


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares