2014થી જાણો ગુજરાતમાં કેટલી સરકારી ભરતી થઇ

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

રાજ્યમાં બેરોજગારીનો આંક સતત વધી રહ્યો છે. 1500થી 2000 સરકારી જગ્યાઓની ભરતી માટે લાખો ઉમેદવારની નોકરી માટે અરજી આવે છે અને તેમની પરીક્ષા લેવાય છે. આ ઉમેદવારોમાં ઘણા ઉમેદવારોની સ્થિતિ એટલી કફોળી હોય છે કે, તેઓ પૈસા વ્યાજે લઇને સરકારી નોકરી મેળવાની ઈચ્છા રાખીને પરીક્ષા આપવા માટે આવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા 2014થી અત્યાર સુધીના સમયમાં અલગ-અલગ વિભાગમાં ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે વેકેન્સી બહાર પાડીને સીધી ભરતી પણ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 2014થી અત્યાર સુધીના સમય દરમિયાન શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ, નાણા વિભાગ, બંદર અને વાહન વ્યવહાર વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, કૃષિ વિભાગ, નર્મદા જળ સંપતિ વિભાગ અને અન્ય વિભાગોમાં સીધી ભરતી પ્રક્રિયાના માધ્યમથી રાજ્યના 1,20,013 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે.

2014થી અત્યાર સુધી અલગ અલગ વિભાગમાં કરવામાં આવેલી ભરતીની આંકડાકીય માહિતી નીચે પ્રમાણે છેઃ

 • શિક્ષણ વિભાગમાં 25,295 લોકોની ભરતી કરવામાં આવી.
 • આરોગ્ય વિભાગમાં 6,778 લોકોની ભરતી કરવામાં આવી.
 • ગૃહ વિભાગ દ્વારા 29,860 લોકોની ભરતી કરવામાં આવી.
 • મહેસુલ વિભાગ દ્વારા 5,742 લોકોની ભરતી કરવામાં આવી.
 • પંચાયત વિભાગ દ્વારા 25,758 લોકોની ભરતી કરવામાં આવી.
 • શહેર વિકાસ વિભાગ દ્વારા 1,855 લોકોની ભરતી કરવામાં આવી.
 • નાણા વિભાગમાં 2,497 લોકોની ભરતી કરવામાં આવી.
 • બંદર અને વાહન વ્યવહાર વિભાગમાં 10, 396 લોકોની ભરતી કરવામાં આવી.
 • શ્રમ અને રોજગાર વિભાગમાં 3,518 લોકોની ભરતી કરવામાં આવી.
 • સામાન્ય વહીવટ વિભાગમાં 1,735 લોકોની ભરતી કરવામાં આવી.
 • કૃષિ વિભાગમાં 1,640 લોકોની ભરતી કરવામાં આવી.
 • નર્મદા જળ સંપતિ વિભાગમાં 2,119 લોકોની ભરતી કરવામાં આવી.
 • અન્ય વિભાગોમાં 2,820 લોકોની ભરતી કરવામાં આવી.
 • આમ કુલ 1,20,013 લોકોની સીધી ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

Leave a Reply

Your email address will not be published.