SBIમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સૂવર્ણ તક, 76000 રૂપિયા કરતા વધુ મળશે સેલરી?

SHARE WITH LOVE
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સ્પેશિયલ કેડર ઓફિસર (SCO) અને ડેપ્યૂટી જનરલ મેનેજરના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર બેંકમાં નોકરી કરવા માગે છે, તેમના માટે આ શાનદાર તક છે. જો તમે પણ બેંકમાં જોબ માટે અરજી કરવા માગતા હો તો વાંચી આ માહિતી. સ્પેશિયલ કેડર ઓફિસર (SCO) અને ડેપ્યૂટી જનરલ મેનેજરના પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ, 2019 છે. ઉમેદવાર આજથી જ આધિકારીક વેબસાઈટ sbi.co.in પર અરજી કરી શકે છે.

કઈ રીતે કરવામાં આવશે પસંદગી?

આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે.

– Deputy General Manager (Capital Planning) – 1 પદ

– SME Credit Analyst (Sector Specialist) – 11 પદ

– SME Credit Analyst (Structuring) – 4 પદ

– SME Credit Analyst – 10 પદ

– Credit Analyst – 50 પદ

– Deputy General Manager (Asset Liability Management) – 1 પદ

શૈક્ષણિક યોગ્યતા

SBIના આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBA, BE/ B. Tech, CA કરેલું હોવું જોઈએ. તમામ પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. વધુ જાણકારી માટે આધિકારીક નોટિફિકેશન જુઓ.

વય મર્યાદા

ડેપ્યૂટી જનરલ મેનેજરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ અન્ય પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ.

પે સ્કેલ

ડેપ્યૂટી જનરલ મેનેજર માટે 68680થી 76520 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ અન્ય પદો માટે 42020થી 51490 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


SHARE WITH LOVE
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares

Leave a Reply

Your email address will not be published.