એક વર્ષમાં LRD અને બિનસચિવાલય ક્લાર્ક સહિત 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ, બેરોજગારો સાથે મજાક

SHARE WITH LOVE
  • 7
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    7
    Shares

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક સહિતની ચાર ચાર વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ થઈ ચૂકી છે. આમ હાલ રાજ્યમાં બેરોજગારો સાથે મજાક થઈ રહી છે. જેને કારણે આ બેરોજગાર યુવાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિણામે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે બેરોજગારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વન સંરક્ષક મુખ્ય સેવિકા, ટેટ(TET), નાયબ ચિટનીશ અને હાઈકોર્ટ પટાવાળા સહિતની અનેક પરીક્ષાઓ પણ રદ્દ થઈ ચૂકી છે.

પેપર લીક થતા TATની પરીક્ષા રદ, 1.47 લાખ ઉમેદવારોની મહેનત પાણીમાં
29 જૂલાઈ 2018 રોજ રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ ટિચર એલિજિબિલિટી ટેસ્ટ (TAT)ની પરીક્ષા આપી હતી અને ૩૦ જુલાઈએ પેપર લીક થવા મુદ્દે પરીક્ષા બોર્ડમાં ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં પરીક્ષા પૂર્ણ થયાના 9 દિવસ બાદ 7 ઓગસ્ટે વધુ એક ફરિયાદ મળી હતી. જેથી શિક્ષણ વિભાગે ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ સોંપાઈ હતી. જેમની પ્રાથમિક તપાસ બાદ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે, પરીક્ષા શરૂ થાય તે પહેલા વોટ્સએપ માધ્યમથી હિન્દી વિષયનુ સેટ-5નું પેપર લીક કરવામાં આવ્યું હતું. જે તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 10 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાતી માધ્યમની આખી પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા 27 જાન્યુઆરી 2019ના રોજ ફરીથી લેવામાં આવી હતી.

પેપર લીક થતા LRD પરીક્ષા રદ, 9 લાખ ઉમેદવારો રઝળી પડ્યા હતા
9713 જગ્યા માટે ભરતી કરવા માટે 2 ડિસેમ્બરના રોજ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા કુલ 9 લાખ ઉમેદવારોએ આપી હતી. પરંતુ પેપરના દિવસે જ સવારના 10:30 વાગ્યે બિન સત્તાવાર રીતે પેપર લીક થયું હોવાની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ બપોરના 12:00 વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે 12:45 વાગ્યે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થયું હોવાની વાત સ્વીકારી પરીક્ષા રદ કરી દીધી હતી. આ જાહેરાત બાદ 1:20 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા રદ થઇ હોવાના સ્ટીકર્સ લાગ્યા હતા. જેને પગલે 1:25 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ હોબાળો કર્યો અને રાજ્યમાં અનેક સ્થળોએ ચક્કાજામ થયા હતા.જેથી 2:40 વાગ્યે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ 6 જાન્યુઆરી 2019ના રોજ પુનઃ પરીક્ષા યોજાઈ હતી.

EWS મુદ્દે બિનસચિવાલયની પરીક્ષા રદ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અગાઉ 2221 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની 12 ઓક્ટોબર 2018ના રોજ ઓનલાઇન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેના માટે ફૉર્મ પણ ભરાઈ ગયા હતા અને ત્યાર બાદ તે ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી હતી. તે સમયે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને યાને કે (EWS) ક્વોટાના લોકોને સ્થાન મળી શકે તેને કારણ ગણાવાયું હતું. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીને કારણે આ ભરતી અટકી પડી. જો કે લોકસભા ચૂંટણી બાદ 1 જૂન, 2019ના રોજ આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જગ્યાઓ પણ 2221થી વધારીને 3053 કરવામાં આવી. સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2019ના રોજ એક જાહેરાત કરી કહેવામાં આવ્યું હતું કે 20 ઓક્ટોબર, 2019ના રોજ યોજાનારી પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને કોલલેટર ડાઉનલોડ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું.જો કે, માત્ર 10 જ દિવસમાં 10 લાખથી વધારે યુવાનો જે પરીક્ષા આપવાના હતા તે રદ કરી દેવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત મુદ્દે બિનસચિવાલયની પરીક્ષા રદ
20 ઓક્ટોબરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી બિન સચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. જો કે 12 ઓક્ટોબરે આ પરીક્ષા અચાનક રદ કરી દેવાઈ હતી. રાજ્ય સરકારે આ પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવા રદ કરી હતી.રાજ્ય સરકારના આદેશને પગલે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસને બદલે ગ્રેજ્યુએટ કરી હતી. જો કે બાદમાં આ નિર્ણય એક પરીક્ષા પુરતો પરત ખેંચી ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા.

source:


SHARE WITH LOVE
  • 7
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    7
    Shares