બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મામલે સરકારે નિર્ણય બદલ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મામલે ગુજરાત સરકારે આખરે જાહેર કરેલું જાહેરનામું રદ કરવાનો નિર્ણય કરીને લાખો વિદ્યાર્થીઓની દિવાળી સુધારવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના ભારે વિરોધના પગલે સરકાર તરફથી જવાબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે જૂની લાયકાત માન્ય રાખવામાં આવશે. આ પરીક્ષા માટે જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ તમામને પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવશે અને તે માટેની હોલ ટિકિટ પણ ઉમેદવારો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જીએસએસબી દ્વારા લેવામાં આવનારી આ પરીક્ષામાં ધોરણ 12ની લાયકાત રદ કરવા માટે જાહેરનામું જાહેર કરાતા લાખો વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ પહેલા સરકારે એ કહીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો કે આ પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જ માન્ય રહેશે. હવે 10 લાખ વિદ્યાર્થીઓ 17 નવેમ્બરે પરીક્ષા આપી શકશે.

આ સાથે જ ઉમેદવારો આજે પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. નીતિન પટેલે કહ્યું હતું કે સરકારે સંવેદનશીલતા દાખવીને પરીક્ષા આપવા માટે તમામ વિદ્યાર્થીઓને માન્ય રાખવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે ધોરણ 12 પાસની માન્યતા રદ કર્યા બાદ વિદ્યાર્થીઓ નારાજ થયા હતા અને તેથી સરકાર સામે રોષ જોવા મળી રહ્યો હતો. સરકારે આ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ છેલ્લી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા હશે જેમાં જૂની માન્યતા પ્રમાણે ભરતી કરવામાં આવશે.

સરકાર દ્વારા આ જાહેરાત કર્યા બાદ ખાસ એ વિદ્યાર્થીઓમાં માટે મોટા સમાચાર છે જેઓને ગેરમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.