વિજય રૂપાણીએ આ પોતાના સંતાનો છે તેવુ માની તેમની તરફ જોવુ જોઈએ, જુઓ તસવીરો

SHARE WITH LOVE
 • 177
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  177
  Shares

બિનસચિવાલયના ભરતીના મુદ્દે આંદોલન કરી હજારે વિધ્યાર્થી છેલ્લાં ત્રણ દિવસથી ગાંધીનગરના રસ્તા ઉપર ઉતરી આવ્યા છે પણ સરકાર પોતાની જુની પધ્ધતિ પ્રમાણે એસઆઈટીનું ગાણુ ગાઈ રહી છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રશ્ન ઉપર બોલવાને બદલે તેમને તમામ બાબતોમાં કોંગ્રેસનો જ હાથ દેખાય છે. આ સમયે કોંગ્રેસ પણ મેદાનમાં છે તેની ના નથી. જો કે કોંગ્રેસ મેદાનમાં છે તે પણ તેમને ટોળુ જોઈ ફરજ પડી છે. બાકી કોંગ્રેસના નેતાઓ પણ નીંભર માટીના બનેલા છે. તેમને પ્રેસનોટ આપ્યા સિવાય બીજુ કોઈ કામ નથી. હાલમાં કોંગ્રેસ જે કઈ કરે છે તે વર્ષો પહેલા ભાજપ કરતુ હતું. જે વિરોધ પક્ષમાં હોય તેણે આ જ ધંધો કરવાનો હોય છે. પણ આખી ઘટનાને ભાજપ કોંગ્રેસની દ્રષ્ટીઓ જોવા કરતા વિજય રૂપાણીએ આ મામલે આ પોતાના સંતાનોનો પ્રશ્ન છે તે રીતે જોવાની જરૂર છે.

પરિક્ષામાં ગેરરીતી થઈ છે કે નહીં તે વિવાદનો પ્રશ્ન છે. પણ પરિક્ષા વ્યવસ્થા સામે પરિક્ષાર્થીને શંકા છે તેનો અર્થ વિશ્વાસનો અભાવ છે. ખરેખર તો સરકારનું કામ પ્રજામાં વિશ્વાસ ઉભો કરાવાનું છે. પણ વિજય રૂપાણી સરકાર કમનસીબે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે પરિક્ષાર્થી પરિક્ષા રદ કરોની માગણી કરી રહ્યા છે. હવે આ સ્થિતિમાં પેપર લીક થયુ છે કે નહીં તેની તપાસ કરવાને બદલે પરિક્ષાર્થીમાં વિશ્વાસ ઉભો થાય તે માટે ફરી પરિક્ષા લેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. એક તબ્બકે માની લઈ કે પરિક્ષાર્થી ખોટા છે પણ આ યુવાનો આપણા સંતાનો છે તે રીતે તેમની સામે જોવુ જોઈએ.

છેલ્લાં ત્રણ દિવસ રસ્તા ઉપર કડકડતી ઠંડીમાં સુઈ રહેતા યુવકોના પિતા પાસે બીએમડબલ્યુ કાર નથી. આ પરિક્ષાર્થીઓ અત્યંત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો છે. જેવી વ્યથા આપણા સંતાનોને થાય તેના કરતા અધિક વ્યથા તેમને થતી હશે. વિજય રૂપાણીએ આ પોતાના સંતાનો છે તેવુ માની તેમની તરફ જોવુ જોઈએ. 


SHARE WITH LOVE
 • 177
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  177
  Shares