અન્ય એક રાજ્યમાંથી બીજેપી સત્તા બહાર નીકળે એવી સંભાવનાઓ, કોંગ્રેસની ‘મહારાષ્ટ્રવાળી’ રણનીતિ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કર્ણાટકમાં ચૂંટણી પરિણામ પછીની સ્થિતિ મુજબ જેડીએસ સાથે ગઠબંધનના સંકેત

NDAથી અલગ થઇને મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન સરકાર બનાવ્યાની સાથે જે દેશમાં બીજેપી શાસન ધરાવતું એક રાજ્ય ઘટ્યું. મહારાષ્ટ્રમાં બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે અલગ-અલગ વિચારધારાની પાર્ટીઓ એકસાથે આવી. આનાથી દેશમાં બિનભાજપા દળોને એક નવો રાજકીય સંદેશ મળ્યો છે. જો કે આ જ સિદ્ધાંત પર દેશના એક અન્ય રાજ્યમાંથી પણ બીજેપી તેની સત્તા ગુમાવી શકે તેવી સંભાવનાઓ છે. 

દક્ષિણ ભારતના મોટા રાજ્યોમાંથી એક કર્ણાટકમાં કોંગ્રેસ ફરી એકવાર જનતા દળ સેક્યૂલર સાથે હાથ મિલાવી સરકાર બનાવવાની રણનીતિ પર જોરશોરથી કામ કરી રહી છે. કોંગ્રેસે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, પાંચ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારુઢ બીજેપીને બહુમત સીટો ન મળે એ માટે તે ફરીથી જનતા દળ સાથે હાથ મિલાવશે. 

પૂર્વ ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરા દ્વારા પાર્ટીએ જણાવ્યું કે, કોંગ્રેસે રાજ્યમાં ગઠબંધન માટે જનતા દળ સાથે ભલે કોઇ ચર્ચા નથી કરી, પરંતુ સ્થિતિઓ ઉદભવશે તો પાર્ટીએ ગઠબંધન માટે તમામ વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. ચૂંટણી પરિણામ પછી રાજકીય રણનીતિ વિશે બોલતા પરમેશ્વરાએ જણાવ્યું કે ચૂંટણી પરિણામ પછી બે સંભાવનાઓ છે. 

પહેલી એ કે કોંગ્રેસ જેડીએસ સાથે મળીને સરકાર બનાવે. બીજો વિકલ્પ એ છે કે અમે શાંત થઇએ અને સરકારને જ નિર્ણય લેવા દઇએ કે બીજેપી સરકાર અલ્પમતમાં આવવાની સ્થિતિમાં તે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે કે ફરી ચૂંટણી કરવાનો નિર્ણય લે છે.

કોંગ્રેસ અને જનતા દળ કર્ણાટકમાં 14 મહિના સુધી સરકાર ચલાવી ચૂકી છે અને બંને પાર્ટીએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી. જો કે 17 ધારાસભ્યો બાગી બનતા જૂલાઇમાં એચ ડી કુમારસ્વામી સરકાર પડી ભાંગી. હવે બંને પાર્ટીઓ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડી રહી છે.

પર્વ ઉપપ્રમુખ પરમેશ્વરાએ જણાવ્યું કે સિદ્ધાંતિક રીતે કોંગ્રેસ અને જેડીએસ એક સમાન છે. આથી જ બંને દળોએ ગઠબંધન સરકાર રચી હતી. 

મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી બીજેપી સરકારે રાજ્યની 224 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 15 નિર્વાચીન વિસ્તારોમાં થઇ રહેલી ચૂંટણીમાં ઓછામાં ઓછી છ સિટો પર જીત મેળવવી પડે એમ છે.   


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.