અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અમદાવાદ, તેના હસ્તે સર્જાશે આ ઇતિહાસ!

SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

 • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત
 • અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં યોજાશે કાર્યક્રમ
 • વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું કરી શકે છે ઉદ્ધાટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેવાના છે. જેને લઇ મુખ્ય સચિવ અને AMC કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાર્યક્રમના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે. અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેના સંદર્ભમાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાત લીધી હતી. આ પહેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને કલેક્ટર નિરાલા વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યારે આ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે એવી શક્યતા છે.

મુખ્ય સચિવ અનિલ મુકિમ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, સ્પે. કમિશનર અજય તોમર, શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, અમદાવાદ કલેક્ટર નિરાલા, જય શાહ, ધનરાજ નથવાણી સહિતના સરકાર અને BCCI અધિકારીઓ અને હોદ્દેદારોએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

Source:


SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares