આજે ઇન્દિરા ગાંધીની જયંતિ, PM મોદી, સોનિયા ગાંધી, મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ આપી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 102મી જયંતિ પર આજે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને શ્રધ્ધાંજલિ આપી.

 • પૂર્વ પ્રધાનંત્રી ઇન્દિરા ગાંધીની આજે 102 જન્મજયંતિ
 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી
 • સોનિયા ગાંધી, પ્રણવે સમાધિ સ્થળ પર શ્રધ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને યાદ કર્યાં અને કહ્યું કે આપણા પૂર્વ PM શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળ શક્તિ સ્થળ જઇને શ્રદ્ધાંજલિ આપી.

સોનિયા ગાંધી સિવાય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી  પણ શક્તિ સ્થળ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. જો કે આ વખતે રાહુલ ગાંધી સમાધિ સ્થળ પર જોવા મળ્યાં નહોતા, જ્યારે ગત વખતે તેમને અહીં શ્રદ્ધાંજલિ આપી હતી. 

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિર ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો. તેઓ બે અલગ-અલગ સમયકાળમાં 15 વર્ષથી વધારે દેશના પ્રધાનમંત્રી રહ્યાં. 31 ઓક્ટોબર, 1984માં તેમની હત્યા કરી દેવામાં આવીહતી. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.