ગામોની સંપૂર્ણ માહિતી ઓનલાઇન માગી, તલાટીઓમાં દોડધામ. તમારા ગામના તલાટીને મદદ કરો.

SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

રાજય સરકાર દ્વારા મિશન અંત્યોદય સર્વેક્ષણ અંતગર્ત દરેક ગામોની તમામ ક્ષેત્રોની માહિતી તલાટીઓએ ઓનલાઇન મોકલવાની છે. આ ગ્રામ પંચાયત ડેવલોપમન્ટ પ્લાનના આધારે હવે પંચાયતની ગ્રાન્ટ નકકી થશે. જે અંતગર્ત વાપી તાલુકાના તલાટીઓને ગામની સંપૂર્ણ માહિતી ઓનલાઇન કેવી રીતે ભરવી તે અંગે તાલુકા પંચાયતમાં તાલીમ આપવામાં આવી હતી. ગામની ભૌગોલિક માહિતીની સાથે તમામ તમામ વિભાગોને લગતી માહિતી એકત્ર કરવામા તલાટીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લા સહિત રાજયભરના તલાટીઓને તાજેતરમાં જીડીપી(ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન) અંતગર્ત મિશન અંત્યોદય સર્વેક્ષણની માહિતી ઓનલાઇન માંગવામાં આવી છે. કૃષિ,શિક્ષણ,આરોગ્ય સ્વચ્છતા સહિત અનેક મુદે ભૌગોલિક સ્થિતિની માહિતી તલાટી પાસે માગવામાં આવી છે. જેને લઇ વાપી તાલુકા પંચાયતની કચેરીમાં બુધવારે ડીઆરડી હર્ષદભાઇ દેસાઇ દ્વારા તાલીમ અપાઇ હતી. અનેક પ્રકારની માહિતી ઓનલાઇન માગવામાં આવી હોવાથી તલાટીઓમાં પણ ભારે દોડધામ કરી રહ્યાં છે. તમામ માહિતી એકત્ર કરવાની મથામણ તલાટીઓ કરી રહ્યાં છે. આ માહિતીના આધારે આગામી વર્ષોમાં સરકારમાંથી ગ્રાન્ટ આવશે. બીજી તરફ નવા તલાટીઓે પોતાની આઇડી જનરેટ કરવાની હોવાથી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી છે. વલસાડ જિલ્લા તલાટી સંઘના પ્રમુખ અમિત પટેલે જણાવ્યુ હતું કે તલાટીઓને તાલીમ મળી ગઇ છે. ઓનલાઇન મહિતી પહોંચાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

કઇ-કઇ માહિતી ઓનલાઇન કરવાની છે ? કૃષિ ,જમીન, પશુપાલન, આવાસ,પાણીની સુવિધા, રસ્તા,વિજળી, શિક્ષણ, વ્યવસાય, સ્વચ્છતા,મહિલા બાળ વિકાસ, જાહેર વિતરણ વ્યવસ્થા, નબળા વર્ગોનુ કલ્યાણ, સામજિક વર્ગીકરણ, ખેતી, જળ વ્યવસ્થા, ઉદ્યોગ, પરિવાર કલ્યાણ, ઇંધણ,બળતણ, સામાજિક સુરક્ષા, આરોગ્ય અને પોષણ સહિત અનેક વિગતોનો સમાવેશ થાય છે.

Source:


SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares