ગુજરાતના એક પણ ખૂણામાં પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે: CM રૂપાણી

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ચોમાસાની શરૂઆતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. આથી ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર પણ કરી દીધુ હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાયો છે. જેના કારણે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદામાં પૂરતું હોવાનું જણાવ્યું હતું અને સાથે સાથે આવનારા દિવસોમાં સારો વરસાદ પડે તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વખતે અષાઢ મહિનામાં વરસાદ ખેંચાયો છે પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે, આવનારા દિવસોમાં ખૂબ વરસાદ વરસાવે. પરંતુ નર્મદાનું આપણી પાસે પુરતું પાણી છે. અગાઉ પણ મેં કીધું તેમ પીવાના પાણી માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. ગુજરાતના એક પણ ખૂણામાં પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે. તેનું આયોજન અત્યારથી શરૂ થઈ ગયું છે.

રાજ્ય સરકારે તેને પ્રાયોરિટી પણ આપી છે. પીવાના પાણી માટે જરૂરી સ્ટોરેજની વ્યવસ્થા પણ ગોઠવી રાખી છે. પરંતુ હજી ઘણો સમય છે. વરસાદ આવશે તેવી અપેક્ષા પણ છે. આ વખતના બજેટમાં પણ ગુજરાતને પાણીદાર બનાવવા અનેક પગલાઓ લીધા છે. જળ સંચય, નલ સે જલ આ તમામ યોજનાઓ પાણી ઉપર આધારિત છે. એટલે એ માટે રાજ્ય સરકારે બજેટમાં ફોકસ કરીને ગુજરાતની સાડા છ કરોડની જનતાને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી થાય અને લોકો પાણીને પારસમણી સમજીને પાણીનો ઉપયોગ કરે. એક-એક પાણીના બુંદનો ઉપયોગ થાય અને રીસાયકલિંગ, રીયુઝ આપણે આવનારા દિવસો કરવા માગીએ છીએ.


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.