ગુજરાત સરકાર નું ખાણ અને ખનીજ વિભાગ ભીનું સંકેલી રહ્યું છે

SHARE WITH LOVE
  • 61
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    61
    Shares

માં નર્મદા ને નુકસાની પોચાડનાર આ રેત અને ખનીજ માફિયા ઓં અને મોટા બીઝનેસ  મેનો પર કાયદેસર કાનુની કાર્યવાહી ની લોક માંગ ઉભી થય છે. ત્યારે ગુજરાત સરકાર નું ખાણ અને ખનીજ વિભાગ ભીનું  સંકેલી રહી છે તેવી વાતો બહાર આવી છે.

નર્મદા નદીના પાળા ઓ અત્યારે તોડવામાં આવ્યા છે પણ પાળા બનાવનાર પર કોઇ કાર્યવાહી થઇ નથી એની  પાછળનું શું કારણ? આખી નર્મદા નદીમાં પાળા બનાવનાર અને ઝઘડીયા તથા રાજપીપલા તાલૂકા ના રેત માફિયા અને ખનીજ માફિયા પર કોનો હાથ છે?  કે ગુજરાતની  ભાજપા સરકાર તેમના ઉપર કાર્યવાહી કરી શકતી નથી.? આ બધા ખનીજ માફિયા રાજકીય મોટા માથા છે. શું સરકાર ના ઉચ્ચ અધિકારીઓ તેમને બચાવી રહ્યા છે? શું આમાં અધિકારીયોની મિલી ભગત છે અને અધિકારીયો પણ સંડોવાયેલા છે? શું ગુજરાત સરકાર આવા લોકોને ડામવા સક્ષમ નથી? આવા ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

ભરૂચ જીલ્લાના ઘણા નેતા ઓ, સંગઠનો અને સ્થાનિકો દ્વારા વારંવાર ગુજરાત સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહીનો અભાવ સ્પષ્ટ દેખાય રહ્યો છે.

ભૂસ્તર વિભાગ દ્વારા આડેધડ મંજુરી આપવામાં આવી રહી છે સાથે સાથે રેત માફિયા પર કાર્યવાહી થતી નથી.

આજરીતે ચાલતું રહ્યું તો ટુક સમય માજ માં નર્મદા નો કચર ઘાણ થઇ જશે, અને પર્યાવરણ અને લોકોને મોટું નુકશાન થશે.


SHARE WITH LOVE
  • 61
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    61
    Shares

Leave a Reply

Your email address will not be published.