ગુરવારે નવા મંત્રીઓ શપથ લેશે. જાણો કોના નામો ચાલી રહ્યા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુરુવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનો શપથવિધી યોજાશે. હાલના 22 મંત્રીઓના કદને ઘટાડી 16 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે. રૂપાણી સરકારના 22 મંત્રીઓમાં 11 કેબિનેટ અને 11 રાજ્યકક્ષાના મંત્રી હતા. હવે તેમાંથી કેટલાને પડતા મૂકવામાં આવશે અને કેટલાને પ્રમોશન મળશે. કેટલા નવા આવશે તે અંગે અદાંજો મંડાઇ રહ્યા છે. જોકે, જે રીતે મુખ્યમંત્રી બદલ્યા છે તેની પાછળનું કારણ એક નવો ચહેરો પ્રજામાં લઇ જવાની કવાયત છે. હવે આ નવા ચહેરા સાથે તેમની ટીમમાં પણ નવા ચહેરાની સંખ્યા વધારે રાખવી પડે તે જરૂરી છે. આ ઉપરાંત યુવાન ચહેરાઓને તક આપે તે પણ જરૂરી છે.

હાલ ચાલતી ચર્ચા મુજબ પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. પરંતુ ગૃહખાતાને બદલે તેમને બીજુ ખાતું આપવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને રાજયકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બદલે શિક્ષણપ્રધાન બનાવી શકે છે. નવા મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.

આ નામો પર અસમંજસ

1) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

2) કૌશિક પટેલ

3) જવાહર ચાવડા

4) ઇશ્વર પટેલ

આમને પડતા મૂકવામાં આવી શકે

1) ઇશ્વર પરમાર

2) કુંવરજી બાવળિયા

3) બચુભાઇ ખાબડ

4) વાસણ આહિર

5) કિશોર કાનાણી

6) યોગેશ પટેલ

7) વિભાવરી દવે

8) પુરૂષોત્તમ સોલંકી

આ પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે

1) નીતિન પટેલ

2) પ્રદીપસિંહ જાડેજા

3) ગણપત વસાવા

4)જયેશ રાદડિયા

5) દિલીપ ઠાકોર

6) રમણ પાટકર

7) જયદ્રથસિંહ પરમાર

8) આર.સી. ફળદુ


મંત્રીની રેસમાં બીજા કોણ ?

જીતુ વાઘાણી

રાજેન્દ્ર ત્રિવેદી

નીમાબેન આચાર્ય

મનીષા વકીલ

હર્ષ સંઘવી

શૈલેષ મહેતા સોટ્ટા

ઋષિકેશ પટેલ

દુષ્યંત પટેલ

જીતુ ચૌધરી

કેતન ઈનામદાર

રાકેશ શાહ

આત્મારામ પરમાર

કિરીટસિંહ રાણા

નિમિષા પંચાલ

અજમલજી ઠાકોર

ગજેન્દ્ર પરમાર

સંગીતા પાટીલ

શશીકાંત પંડ્યા

Source: part


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •