ચેતવણી : ‘કલાઇમેટ ચેન્જથી સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો થતા ભારતને સૌથી મોટો ખતરો’

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

એક રિપોર્ટનો હવાલો આપતો ગુટેરસે કહ્યું કે જળવાયુ પરિવર્તન આજે દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. તેના લીધે મહાસાગરોના વધતા સ્તર ગંભીર ચિંતાનો વિષય છે. જર્નલ નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત એનજીઓ કલાયમેટ સેન્ટ્રલના તાજા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે મહાસાગરોના સ્તર ધારણા કરતાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જો તમામ દેશ સમયસર જળવાયુ પરિવર્તનને રોકવા માટે નક્કર પગલાં ભરવામાં મોડુ કરશે તો તેના પરિણામ ખૂબ જ ભયાનક હશે.

સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે જળવાયુ પરિવર્તન (કલાઇમેટ ચેન્જ)ના ખતરા અંગે ભારતને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે દરિયાની જળસપાટી અપેક્ષા કરતા વધારે ઝડપથી વધી રહી છે. ભારત, જાપાન, ચીન અને બાંગ્લાદેશને આનાથી સૌથી વધુ ખતરો છે. બેંગકોકમાં આસિયાન સમિટ દરમિયાન ગુટેરેસે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે થનાર ફેરફારો સરકારો દ્વારા તેને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલા કરતા પણ વધારે ઝડપી છે.

તેમણે કહ્યું કે આ જ સ્થિતિ રહેશે તો 2050 સુધીમાં દુનિયાભરમાંથી 30 કરોડ લોકો દરિયામાં વહી જશે. તેમાં સૌથી વધુ ખતરો દક્ષિણ એશિયન દેશો માટે છે જેમાં ભારત સહિત ચીન, જાપાન, અને બાંગ્લાદેશ સૌથી અસુરક્ષિત છે. તો થાઇલેન્ડની 10 ટકા વસતી માટે આ ખતરો છે.

45% કાર્બન ઉત્સર્જન ઘટાડવો પડશે

ગુટેરસે કહ્યું કે રિપોર્ટના આંકડા કેટલાંક આગળ પાછળ હોઇ શકે છે પરંતુ એ વાતનો ઇન્કાર કરી શકાય નહીં કે જળવાયુ પરિવર્તન મોટો ખતરો છે. તેમણે કહ્યું કે તેને કાબૂમાં લેવા માટે વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે સદીના અંત સુધીમાં તાપમાનમાં થતા વધારાને 1.5 ડિગ્રી રોકવા માટે એક દાયકામાં કાર્બન ઉત્સર્જનને 45 ટકા સુધી ઘટાડવુ પડશે અને 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય પર લાવવું પડશે.

કોલસાના પ્લાન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂકવો પડશે

ગુટેરસે કહ્યું કે કાર્બન ઉત્સર્જન રોકવા માટે તમામ દેશો અને સરકારોએ પ્રતિબદ્ધ થવુ પડશે. ભવિષ્યમાં કોલસાથી સંચાલિત ઉર્જા પ્લાન્ટને ખોલવા પર પ્રતિબંધ મૂકવો પડશે અને અશ્મિભૂત ઇંધણ પર સબસિડીને ખત્મ કરવી પડશે. તેમણે કહ્યું કે ખાસ કરીને દક્ષિણ, દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાને આ મામલામાં વધુ સજાગ રહેવાની જરૂર છે કારણ કે આ દેશોમાં વીજળી ઉત્પાદન કોલસા પ્લાન્ટ પર નિર્ભર છે.


SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

Leave a Reply

Your email address will not be published.