જિગ્નેશ મેવાણીનું આદિવાસીઓને સમર્થન, સ્ટેચ્યુ ઓફ યૂનિટી ડેવલપમેન્ટનું બિલ સળગાવ્યુ

SHARE WITH LOVE
 • 38
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  38
  Shares

ગાંધીનગર: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ડેવલપમેન્ટના બિલને સળગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જિગ્નેશ મેવાણીએ આદિવાસીઓના સમર્થનમાં આવી આ બિલને વિધાનસભા ગૃહની બહાર સળગાવ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સંવિધાન મુદ્દે સંવિધાન દિવસના પ્રસ્તાવની ચર્ચા દરમિયાન સત્ર પૂર્ણ થાય ત્યારસુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. આદિવાસીઓના સમર્થનમાં જિગ્નેશ મેવાણી આવ્યા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ બિલને સળગાવ્યુ હતું. સરકારની અનુસુચી 5નો ભંગ કરતા આદિવાસોના સમર્થન કરવા બાબતે હાલ સસ્પેન્ડ થયેલા હોવા છતા પણ લોકોના હક માટે આ બિલનો વિરોધ કરવા સળગાવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ સહિતના વિધેયકોને નોટીફાઇડ એરિયા તરીકે જાહેર કરી વધુ પર્યટકોને આકર્ષવાનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવશે.આ વિસ્તારમાં દારૂબંધી હટાવવાની પણ ચર્ચા થઇ રહી છે.

જિગ્નેશ મેવાણીને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ

સંવિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંવિધાન અંગે જ્યારે બોલી રહ્યાં હતા ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સતત તેમણે ચેતવણી આપી રહ્યાં હતા પરંતુ જિગ્નેશ મેવાણી લોબીમાં બુમો પાડતા અંદર ઘુસી આવ્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તે બાદ માર્શલ બોલાવીને મેવાણીને ગૃહની બહાર કાઢ્યા હતા. જિજ્ઞેશ મેવાણીના વર્તન વિશે અધ્યક્ષે કહ્યુ સમાચારમાં રહેવા માટે મેવાણી આવુ વર્તન કરી રહ્યાં છે. જિગ્નેશ મેવાણીને 3 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વિધાનસભા આગળ સુત્રોચાર કરી રહેલા જિગ્નેશ મેવાણીના સમર્થકો ડિટેઈન
બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે જિગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે વિધાનસભા આગળ વિરોધ કરવા બેઠા હતા. મેવાળી પોતાના સમર્થકો સાથે વિધાનસભાના પગથિયા આગળ દલિતો અને આદિવાસીઓના મુદ્દે સરકારની નીતિ વિરૂદ્ધ સુત્રોચાર કરતા પોલીસે 3 સમર્થકોને ડિટેઈન કર્યા છે.

Source:


SHARE WITH LOVE
 • 38
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  38
  Shares