ઝઘડીયા ભાજપાના માજી પ્રમુખ સહિત તાલુકા પંચાયતના બે માજી સદસ્ય નું કોરોનાની સારવાર દરમ્યાન નિધન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભાજપાના તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા અને બીટીપી ના માજી ઝઘડિયા તાલુકા પંચાયત મહીલા સદસ્ય ચંપાબેન વસાવા, ભાજપાના માજી ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ કોરોના સામે જંગ હારી ગયા.

દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમાએ પહોંચી છે.કોરોના સંક્રમણ છેવાડાના ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે.દિવસે દિવસે ગામડાઓમાં પણ કોરોના સારવાર દરમિયાન મૃત્યુ આંક ઉંચો જઈ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના ઝઘડિયા તાલુકાના માજી પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવાનું કોરોના સારવાર દરમિયાન નિધન થયું છે.એક જ દિવસે ઝઘડિયા તાલુકાના ત્રણ રાજકીય પાર્ટીના તાલુકા કક્ષાના આગેવાનોનુ કોરોના સારવાર દરમ્યાન નિધન થતાં ઝઘડિયા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઝઘડીયા તાલુકા પંચાયતના માજી સદસ્ય ભરતભાઈ ખુશાલભાઈ પટેલનું પણ કોરોના સારવાર દરમિયાન નિધન થયું છે તથા

ગતરોજ ઝઘડિયા તાલુકામાં રાજકારણ સાથે સંકળાયેલા એક મહિલા સહિત બે પુરુષોના કોરોના સારવાર દરમિયાન નિધન થતા તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. બીટીપી ના ઝઘડીયા તાલુકા પંચાયતના માજી મહિલા સદસ્ય અને ન્યાય સમિતિના અધ્યક્ષ ચંપાબેન મહેશભાઈ વસાવાનું કોરોના સારવાર દરમ્યાન નિધન થયું છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •