ઝઘડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ બિસ્માર હોઇ સ્થાનિકોમા ભારે રોષ

SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

ભરૂચ  જીલ્લામાં આવેલા ઝગડિયા તાલુકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં ના આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમલ્લાથી ઝઘડીયા સુધીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ પર ઠેર-ઠેર ખાડા ખાબોચિયા થઈ ગયા હોવાથી, ભારદ્વારી વાહનોની સતત અવરજવરના પગલે રાત-દિવસ વારંવાર ડસ્ટ ઉડતો હોવાથી રીતસર ધુમ્મસ ફેલાયુ તેવો માહોલ ઉભો થાયછે, અવાર જવાર કરનાર મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે જ્યારે આ માર્ગ પર દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસ, ઘંઘા તેમજ નોકરી અર્થે જવું પડે છે જેથી આવા ખરાબ રસ્તા ના કારણે આર્થિક રીતે પણ ભારે તકલીફ પડી રહી છે.

આ માર્ગ પર ઝગડિયા, કરાળ, વાઘપરા, સીમાંધારા, ખાલોડી, રાજપારડી, સારસા, હરિપરા, ઉમલ્લા, જેવા અનેક ગામોનો સમાવેશ થાય છે આ તમામ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો માં ચર્ચાનો વિસય બન્યો છે કે  આ રસ્તો આજથી વર્ષો પહેલાં પાસ થઈ ગયો છે છતાં આ રસ્તો કેમ બનાવવામાં આવતો નથી સા માટે આ રસ્તાને દર વર્ષે ડામર નાખી કામ પુર્ણ કરી દેવા માંગે છે આવી વાતો સ્થાનિક લોકોમાં મુખે ચર્ચાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવામાટે હજારોની સંખ્યામાં પ્રવાસી આ માર્ગ દ્વારા પ્રવાસ કરી રહ્યા છે.

તેમજ દેશના વિકાસ માટે આ વિસ્તાર માંથી લાખો મેટ્રિક ટન ખનીજ સંમદા જાય છે ત્યારે . ઝગડિયા – રાજપારડી નાજ રસ્તાઓ બિસ્માર હાલત માં છે.

ઝગડિયા તાલુકામાં પણ ખાસ મરામત યોજના અંતર્ગત અવરીલેવા માટે લોક વયીકા છે.


SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

Leave a Reply

Your email address will not be published.