નર્મદાના સિસોદરા ગામેં લિઝ મુદ્દે ઠરાવમાં લોકોની ખોટી સહી કોને કરાવી તપાસ નો વિષય હોવાની ગ્રામજનોની માંગ

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

રાજપીપળા: નાંદોદ તાલુકા સિસોદરા ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે અને આ નદીમાં ચોમાસામાં પૂરની સ્થિતિ પેદા થાય છે.જેને કારણે નદી તટે રહેતા લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ પણ પેદા થાય છે.નર્મદા નદી માંથી રેતી કાળવની મંજુરી આપાતાં લીઝ ધરાક ને ગારમજનો વચ્ચે છેલ્લા કેટલા ય થી ગામ લોકો અને લીજ ધારક વચ્ચે સંઘર્ષ થાય છે.અને ગામ લોકો આ લીઝનો વિરોધ કરે છે.તાજેતર માં ફરીથી લીઝ ધારક દ્વારા પોલીસ તંત્રની મદદ માંગી રેતી કાઢવાનો પ્રયાસ થવાનો હતો એવી જાણ થતાં મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થાય હતા અને આ બાબતે ગ્રામજનોએ આક્રમકઃ વિરોધ કર્યો હતો.મોટા ઘર્ષણના અંદાજે ત્યાં પોલીસ બંધોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

તો બીજી બાજુ સિસોદરા ગામમા લિઝ મુદ્દે ગ્રામ પંચાયતમા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.એ ઠરાવના ખોટી સહીઓ કરી હોવાનું ગ્રામજનોએ લેખિતમાં ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખળભળાટ મચી ગયો છે.સિસોદરા ગામના યોગેશ મોહન પટેલ અને બુધા દુરવા વસાવાએ એફિડેવિટ સાથે ખાણ ખનીજ વિભાગને એક સોગંદનામુ રજૂ કર્યું છે,જેમાં એમ જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં આવો કોઈ ઠરાવ થયો જ નથી એ ખોટી ખોટી રજૂઆતો કરી કોરા કાગળ પર અમારી સહી કરાવી અમારી સહીનો દુરુપયોગ કર્યો છે.આ લિઝ વિશે અમને જાણ થતાં અમે લિઝનો વિરોધ કરતો ઠરાવ કર્યો હતો એને પણ ધ્યાને નથી લેવાયો.અમને આ લિઝનો પૂરો વિરોધ છે.

તો એક તરફ સિસોદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શકુંતલા બેન પટેલના પુત્ર મનીષ પટેલે ખાણ ખનીજ વિભાગને લેખિત જાણ કરી છે કે ગત 28/01/2019 ના રોજ હરીશ ભાઈ ગેમલભાઈ ઓડની સિસોદરા ગામમાં લિઝ મંજુર થઈ છે.એમણે મને ગામના વિકાસમાં સહભાગી થઈશ એવી વાત કરી હતી જેથી લલચાઈને ગ્રામજનોની સહી કરાવી હતી.જેમાં કેટલીક સહીઓ સગીર વયના બાળકોની તો કેટલીક સહીઓ ખોટી હતી.એ સહીઓ મેં કોરા કાગળ પર કરાવેલ છે જેથી હું માફી ચાહું છું. આમ હવે સહી ખોટી કોને કરવી તે પણ એક તાપસ નો ને ચર્ચા નો વીસય બનવા પામ્યો છે

Source:


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares