‘ન જ્ઞાતિવાદ ભાજપ’ની તો આ શું ? છે ?

SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

ગુજરાત માં બધી આદિવાસી વિસ્તાર ની સીટો પર ૨૦૧૪ માં પ્રભુત્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી, અત્યારે પણ બધી આદિવાસી સીટો જીતવાની વાત કરી રહી છે ત્યારે આદિવાસી લોકોમાં ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ને લય વિવાદ જાગ્યો છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા ભાજપમાં જોડાવા ઈચ્છતા યુવાનો અને લોકો માટે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મને લઇને હવે ભાજપ વિવાદોથી ઘેરાયું છે. આ ફોર્મમાં લખેલા એક વાક્યથી ભાજપ બેવડી નીતિનો ઉપયોગ કરી રહ્યી રહ્યું છે, તે સાબિત થાય છે.

ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મ વિષે વાત કરવામાં આવે તો ફોર્મની ઉપરની તરફ લખવામાં આવ્યું છે, ‘ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, અમારો તો રાષ્ટ્રવાદ’, ત્યારબાદ બે મોટા કમળના ચિન્હ વચ્ચે લખવામાં આવ્યું છે’ વંદે માતરમ્, ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર, સૌનો સાથ – સૌનો વિકાસ’ આ લખાણની નીચે એક ફોટો ચોંટાડવાની જગ્યા રાખવામાં આવી છે અને નીચે લખ્યું છે ‘ભાજપ સૈનિક’ ફોટાની બંને સાઈડ ભાજપના નેતાઓના ફોટાઓ મુકવામાં આવ્યા છે.

ત્યારબાદ ઉમેદવારનું નામ, જાતિ, સરનામુ, ગામ, વોર્ડ, મોબાઈલ નંબર, ઉંમર, જન્મ તારીખ અને અભ્યાસ જેવી વિગતો માગવામાં આવી છે. આ ઉપરાંત નીચે લખવામાં આવ્યું છે કે, ‘હું ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાનું સમર્થન કરું છું અને ગુજરાતને મહાત્મા ગાંધી, પંડિત દિનદયાળજી અને સરદાર પટેલના ચીંધેલા પ્રગતિના પથ પર લઇ જવા માટે સંકલ્પબદ્ધ છું’. આ વાક્યની નીચે ઉમેદવાર અને વોર્ડ પ્રમુખની સહી અને તેની નીચે ફિર એક બાર મોદી સરકાર લખવામાં આવ્યું છે.

ભાજપની બેવડી નીતિ આ ફોર્મ પરથી જ સાબિત થાય છે. ભાજપના સૈનિક બનવાના ફોર્મના ઉપર લખવામાં આવ્યું છે ‘ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, અમારો તો રાષ્ટ્રવાદ’ અને આ ફોર્મમાં જ સભ્યની જ્ઞાતિ પૂછવામાં આવી છે ‘ SC/ST/OBC/Other’. આમ, ભાજપ એક તરફ જ્ઞાતિવાદ અને પ્રાંતવાદને ત્યજી રાષ્ટ્રવાદની વાત કરી રહ્યુ છે અને બીજી તરફ ભાજપમાં જોવાડા ઈચ્છતા ઉમેદવારોની જાતિ પૂછવામાં આવી રહી છે.

source:


SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

Leave a Reply

Your email address will not be published.