બિન સચિવાલય પરીક્ષા કૌભાંડઃ ઈસ રાત કી સુબહા નહીં! સતત ત્રીજી રાત યુવાનોએ રસ્તા ઉપર વિતાવી

SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

 • આજે NSUIએ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં કોલેજ બંધનું આપ્યું એલાન
 • કોંગ્રેસનો છે સાથ, જમવા રહેવા અને ઉપવાસમાં સમર્થન
 • ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા યથાવત્

રાત્રે કોંગ્રેસ MLA ગુલાબસિંહ પરીક્ષાર્થીઓ સાથે રહ્યાં હતા. આજે દિવસના પણ કોંગ્રેસ આગેવાનો પરીક્ષાર્થીઓ સાથે જોડાશે. કોંગ્રેસ માટે ગુજરાતના યુવાનોને હાથ ઉપર લેવાની આ સોનેરી તક છે. યુવાનો દિશાહિન સ્થિતિમાં છે વળી બેરોજગારીનો માર તેમને ઓર મૂંઝવણમાં મૂકી રહ્યો છે એવામાં બિન સચિવાલય પરીક્ષા વિવાદ યુવાનોને સરકાર વિરૂધ્ધ વલણ અપનાવવામાં નિમિત્ત બની શકે છે. 

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે NSUIના કાર્યકરો પણ મેદાને આવ્યા છે.. આજે NSUI દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ઉમેદવારોના આંદોલનાન સમર્થનમાં NSUI દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અનેક કોલેજોએ હોબાળાના ડરથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.

કેવી રીતે ઘટના સામે આવી

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સામે આવ્યા હતા જે કોંગ્રેસ દ્વારા બે સ્કૂલના પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ ખળભળાટ થઈ ગયો હતો. NSUI દ્વારા સુરેન્દ્રનગરની બે સ્કૂલના CCTV જાહેર કર્યા હતા. CCTV સામે આવ્યા બાદ ઉમેદવારો મેદાને આવ્યા હતા. ઉમેદવારો દ્વારા પરીક્ષા રદ કરવાની માગ કરાઈ હતી. પરીક્ષા રદ કરવાના મામલે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આજે ચોથા દિવસે પણ ઉમેદવારો આંદોલન પર છે. સતત ત્રીજી રાત્રીએ પણ ઉમેદવારો રસ્તા પર ઉંઘ્યા હતા.

સરકારે શું કર્યુ

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના વિરોધ બાદ SITની રચના કરી છે. SIT 10 દિવસમાં રિપોર્ટ સોપશે. સરકારે SIT રચવાના કરેલા આદેશ સાથે વિદ્યાર્થી નેતાઓએ સંતોષ માની લીધો હતો. 

ધરણા યથાવત્

જો કે વિદ્યાર્થી નેતાઓના સંતોષ માનવા છતાં ઉમેદવારોનું પ્રદર્શન યથાવત છે. વિદ્યાર્થીઓ SITની સામે પરીક્ષા રદ કરવાની જ કરે માંગ છે. વિદ્યાર્થીઓને કોંગ્રેસનું સમર્થન છે. 

Source:


SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares