ભરુચ: ભાજપા સાંસદ મનસુખ વસાવા સદસ્યતા અભિયાન માં નેત્રંગ મુકામે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજ રોજ ભરૂચ જીલ્લા સાંસદ શ્રી  મનસુખભાઈ ડી વસાવા એ નેત્રંગ તાલુકાનાં ચાસ્વદ ખાતે ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ સાથે સબકા સાથ સબકા વિકાસ ની વિચારધારા અંગે સંવાદ કર્યો અને સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી તેમજ ચાસ્વદ દૂધડેરી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો.

આ તકે શ્રી  મનસુખભાઈ ડી વસાવા એ સર્વે ભાજપા આગેવાનો-કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ભાજપા કાર્યકર્તાબેઝ પાર્ટી છે. જેને કારણે ભાજપા ગુજરાતમાં તેમજ દેશભરમાં કેશરિયો લહેરાવ્યો છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તમામ જીલ્લા-તાલુકા બુથ સુધી ઘરે-ઘરે ફરીને સદસ્યતા બનાવી તમામ લોકોને રાષ્ટ્રીય વિચારધારામાં જોડવા લાગી જઈએ. સંગઠન પર્વમાં ભાજપાના કાર્યકર્તાઓ પાછી પાની નહિ કરે.આ તકે શ્રી મનસુખ ડી વસાવા કાર્યકર્તાઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તેમજ વરિષ્ઠ ૧૧ લોકોથી શરુ થયેલી ભાજપાની યાત્રામાં આજે ૧૧ કરોડ ભાજપાના સદસ્યો છે. સંગઠન પર્વમાં સંખ્યા નહિ પરંતુ જન-જનને જોડીને પાર્ટીને વધુ મજબુત બનાવી રાષ્ટ્રને મજબુત બનાવવાનો સંકલ્પ છે. ભાજપા સિદ્ધાંત અને નિષ્ઠાને વરેલો પક્ષ છે. પક્ષના વિચારને વ્યાપ્ત કરવાનું કામ સંગઠનનું છે.

શ્રી  મનસુખભાઈ ડી વસાવા એ  જણાવ્યું હતું કે, સમાજનો દરેક વર્ગ દરેક વિસ્તારમાં ભાજપાનો વિચારધારાનો વ્યાપ વધે તેવા પ્રયત્નો સહુના રહે છે.

આ તકે શ્રી  મનસુખભાઈ ડી વસાવાઓનલાઈન સદસ્યતા અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે. જેમાં આપેલ લીંક પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. જેમાં જરૂરી વિગતો ભરી સબમિટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે.

શ્રી  મનસુખભાઈ ડી વસાવા તેમના ઉદબોધનમાં સદસ્યતા અભિયાનમાં આ વખતે ભરૂચ  ઉપરાંત પુરા નર્મદા માં વધુમાં વધુ સદસ્યતા નોંધવા કાર્યકર્તાઓ ખંભે-ખંભા મિલાવીને ઘર-ઘર, જન-જન સુધી પહોચવા અભિયાન કરીને આપણી વિચારધારામાં લોકોને જોડીએ. સદસ્યતા અભિયાન એ રાષ્ટ્રની વિચારધારામાં જોડવાનું અભિયાન છે.આ કાર્યક્રમમાં જીલ્લાની અને ઉપરના સ્તરની જવાબદારી ધરાવતા પાર્ટીના અને મોરચાના પદાધિકારી, સાંસદ, ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, જીલ્લા સંકલન સમિતિ, જીલ્લાના પ્રમુખ-પ્રભારી-હોદેદારો, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રી, જીલ્લાના આઈ.ટી. ઇન્ચાર્જ અને આઈ.ટી.ટીમ, જીલ્લાના સંગઠન પર્વના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, મંડલના પ્રમુખ-મહામંત્રી-પ્રભારી, મંડલના સંગઠન પર્વના ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જ, મંડલના મોરચા પ્રમુખ, સિનીયર કાર્યકર્તા સહીતના જીલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ સાથે મળી જન-જનને જોડીને પાર્ટીને વધુ મજબુત બનાવી રાષ્ટ્રને મજબુત બનાવવાનો સંકલ્પ છે.

Like Us:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.