ભરૂચ ખાતે શ્રી મનસુખ વસાવા એ આજે જીત ના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી

SHARE WITH LOVE
 • 245
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  245
  Shares

ભરૂચ ખાતે લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખ વસાવા એ આજે ઉમેદવારી નોંધાવી. તેમના માં અને ભરૂચ ના લોકોમાં મનસુખ વસાવા જ જીતશે તેવો વિશ્વાસ છલકતો હતો , એક ખુશીનો માહોલ રેલાયો હતો.

ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખભાઇ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. મનસુખભાઇ વસાવા એ ભરૂચ માં 2 કિલોમીટર રોડ શો કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

જ્યારે આજ રોજ ભરૂચ ખાતે મનસુખભાઇ વસાવા ભરૂચ લોકસભાની ઉમેદવારી માટે નામાંકન કર્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ,પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર,ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચ જિલ્લા ના પ્રમુખ યોગેશભાઈ પટેલ(મામા)મહામંત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી,ધર્મેશભાઈ ભટ્ટ,ભરૂચ લોકસભા ના ઇન્ચાર્જ પ્રફુલભાઈ ભરૂચ જિલ્લા ના ઉપપ્રમુખ અને વૉડ 11 ના નગર સેવક મારુતિસિંહ ઓટોદરિયા શહેર ના પ્રમુખ મહેન્દ્રભાઈ શહેર ના મહામંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી,ધનજીભાઈ ગોહિલ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન સહિતના આગેવાનશ્રીઓ,હોદ્દેદારશ્રીઓ,કાયઁકરો ઉપસ્થિત રહ્યા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી 5 ટર્મ થી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મનસુખભાઇ વસાવા ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. છેલ્લા 5 ટર્મથી મનસુખભાઇ વસાવા ભરૂચ સાંસદ છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભરૂચ બેઠક પર મનસુખભાઇ વસાવા ને 6 ટર્મ માટે પણ ટિકિટ આપવામાં આવી છે.

મનસુખભાઇ વસાવાએ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ભરૂચ માં એક વિશાળ રોડ શો મારફતે લોકસંપર્ક કર્યો હતો. તેમજ તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે.

આ રોડ શો સૌથી પહેલારેલીની શરૂઆત સવારે 9.30 AM ભોલાવ થી સારું થઈ 9.50 ત્યાંથી નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચુ પાર્ક પોહચવામાં આવ્યા 10.00 થી 12.00 ભરૂચ લોક સભા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું 12.00 થી 1.00 કલેકટર ઓફિસમાં ઉમેદવારી ફોર્મ જમા કરાવવા માં આવ્યું1.00 મધ્યસ્થ કાર્યાલય મુકામે રેલી પોહચી

લોકોમાં અને કાર્યકરોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં મનસુખ વસાવા ની ચાહના એટલી છે કે આવખાતે પણ મનસુખ વસાવા ભરૂચ લોકસભા મત વિસ્તાર માંથી જંગી બહુમતી સાથે જીતશે.


SHARE WITH LOVE
 • 245
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  245
  Shares

Leave a Reply

Your email address will not be published.