ભરૂચ : સરદાર બ્રિજથી 5 કિમી સુધી હાઈવે પર ટ્રાફિક જામ

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે -48 પર નર્મદા નદીના જૂના સરદાર બ્રિજને ફરી એક વખત નુકશાનીનું ગ્રહણ નડ્યું છે. ગત રાત્રિના સમયે ભરૂચ તરફથી બ્રિજના પ્રથમ ગાળાના જોઈન્ટ પાસે અંદાજે દોઢ ફૂટ લાંબો ખાડો પડી જતાં અકસ્માતનો ભય સર્જાયો હતો. જેના પગલે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 42 વર્ષ જૂના આ બ્રિજમાંથી માત્ર નાના વાહનોની અવરજવર માટે છૂટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાંક તકસાધુઓ ભારદારી વાહનોને પણ આ બ્રિજ ઉપરથી હંકારી જતાં બ્રીજ ફરીથી ક્ષતિગ્રસ્ત થયો હતો. વાહન વ્યવહાર માટે આ બ્રિજને બંધ કરી દેવાતાં નવા સરદાર બ્રીજ ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યમાં એકાએક વધારો થયો હતો. શનિવારની રાત્રિથી જ વાહનોની લાંબી કરાતો લાગતાં અસુરિયા પાટીયા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈને ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં પોલીસ સક્રિય બની હતી. બીજી તરફ રવિવારની રજા હોવાથી હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓ પણ આરામના મૂડમાં હોય બ્રિજમાં સર્જાયેલા ભંગાણનું રિપેરિંગ કામ કરવાની દરકાર પણ લીધી નહોતી. જેના કારણે 5 કિમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. અધિકારીઓનો સંપર્ક સાધવાનો અનેક વખત પ્રયાસ કરતાં તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.

1977 માં બનેલો સરદાર બ્રિજ

ભરૂચનો જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતાં 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.