ભરૂચ DILR માં લોકોને કરવો પડીરહ્યો છે હાલાકી નો સામનો, નાગરિકોને ધક્કા ખાવાનો સીલ સીલો યથાવત

SHARE WITH LOVE
 • 1.7K
 • 45
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

ભરૂચ DILR (જીલ્લા નિરીક્ષક જમીન દફતર, ભરૂચ) માં લોકોને કરવો પડીરહ્યો છે હાલાકી નો સામનો, નાગરિકોને ધક્કા ખાવાનો સીલ સીલો યથાવત

જીલ્લા નિરીક્ષક જમીન દફતર, ભરૂચ માં 3 થી 4 DILR અધિકારી ની બદલી કરી દેવામાં આવી છે, અને અત્યારેપણ ઇન્ચાર્જ માંજ અધિકારી ની નિમણુક કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમય થી આ કચેરીમાં યોગ્ય અધિકારીની નિમણુક કરવામાં આવતી નથી જેના કારણે જાહેર જનતાને ખુબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના કામો પડતર હાલત માજ રહે છે અને લોકો વારંવાર કચેરીના ધક્કા ખાધા પછી પણ યોગ્ય નિરાકરણ આવતું નથી.

સદરહુ કચેરીમાં સામાન્ય લોકોની વાત તો જવાદો પરંતુ વર્ગ ૧-૨ ના અધિકારીના પત્રો અને રજૂઆતોનું પણ મહિનાઓ સુધી નિરાકરણ આવતું નથી. કચેરીના કર્મ ચારી એકબીજા પર કામ ધોળી રહ્યા છે અને પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા હોય એમ સ્પષ્ટ દેખાય રહ્યું છે.

અત્યારે ભરૂચ જીલ્લામાં નેસનલ કોરીડોર, બુલેટ ટ્રેન, અને ભાડભૂત બેરેજ યોજના જેવા ઘણા મહત્વ ના પ્રોજેક્ટ ચાલુ છે તેની શું પરિસ્થિતિ હશે તેતો ભગવાન જાણે.

હવે જોવું રહ્યું કે ભરૂચ જીલ્લા પ્રસાસન અને ગાંધીનગર માં બેઠેલા ઉચ્ચ અધિકારી ભરૂચ જીલ્લા ના લોકો ના આ પ્રશ્ન માટે કોય નિરાકરણ લાવે છે કે કેમ . જ્યાં સુધી કોય યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તો આ કોવીડ ની મહામારી સમય માં લોકોએ પોતાના કામ માટે આ કચેરીના ધક્કા ખાવાજ રહ્યા એ સ્પષ્ટ દેખાય રહ્યું છે.

Image: પ્રતીકાત્મક 


SHARE WITH LOVE
 • 1.7K
 • 45
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares