મનસુખ વસાવા આકરા પાણીએ : કેવડિયામાં લારીઓ હટાવાતા

SHARE WITH LOVE
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares

કેવડીયામાં લારીઓ હટાવવાના મુદ્દે સાંસદ મનસુખભાઇ વસાવા આકરા પાણીએ જોવા મળી રહયાં છે. તેમણે નર્મદા નિગમના એમ.ડી. અને રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા સામે મોરચો ખોલી નાંખ્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્થાનિકો ખારીસિંગ અને મકાઈ વેચીને 500-1000 કમાઈ તેમના  કુટુંબનું ભરણપોષણ કરે છે. સરકાર લોકોને રોજગારી આપવાની વાત કરે છે તો બીજી બાજુ વાતાનુકુલિત મકાનમાં રહેતા આઇએએસ જે હાઇફાઈ લાઈફ જીવન જીવે છે એમને ગરીબોનું જીવન ખબર નથી.હાલમાં એક અંગ્રેજ ગુપ્તા આવ્યો છે જે જાત જાતના કાયદા બનાવે છે અને ગરીબોની રોજી છીનવાઈ તેની ચિંતા નથી કરતાં. સાંસદ મનસુખ વસાવાએ રાજીવ ગુપ્તાની સરખામણી અંગ્રેજ વાઇસરોય સાથે કરી છે. ગુપ્તા ના મગજમાં જ વિચાર આવે છે કે આદિવાસીઓ લારી કરશે તો યુનિટીની શોભા ઘટશે. પરંતુ આદિવાસીઓની જીવનશૈલી તેઓને ગમતી નથી. હું અંગ્રેજ ગુપ્તાને ચેલેન્જ આપું છું કે, આદિવાસીઓની રોજીરોટી અને  જીવનશૈલી જોડે છેડછાડ ન કરે.રાજીવ ગુપ્તાને કારણે અહિયાનું વાતાવરણ ડહોળાય છે. ગુપ્તા પોતાની અહીંયા મનમાની કરે છે. આમ સાંસદ મનસુખ વસાવાએ સીધા નિગમના ચેરમેન સામે નિશાન સાધતા ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ મુદો તુલ પકડશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.


SHARE WITH LOVE
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares

Leave a Reply

Your email address will not be published.