મુસ્લિમો 150 ઈસ્લામિક દેશમાંથી કોઈપણ પસંદ કરી શકે, હિન્દુઓ માટે માત્ર ભારતઃ CM રુપાણી

SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares


Vijay Rupani

અમદાવાદઃ CAA (Citizenship Amendment Act 2019) એટલે કે ‘નાગરિકતા સુધારા કાયદા’ના સમર્થનમાં યોજાયેલી રેલીમાં સંબંધો કરતી વખતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વાત કરી હતી. અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રુપાણી કહ્યું કે, મુસ્લિમો દુનિયાના 150 દેશોમાંથી કોઈ પણ પસંદ કરી શકે છે, પણ હિન્દુઓ માટે માત્ર ભારત જ એકમાત્ર દેશ છે. સાબરમતી આશ્રમની બહાર નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલીને સંબોધિત કરીને રુપાણીએ કોંગ્રેસ પર વાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ વિષય પર મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની ઈચ્છાનું સન્માન નથી કરતા.

પોતાના સંબોધન દરમિયાન વિજય રુપાણીએ કહ્યું કે, “પાકિસ્તાનમાં વિભાજન સમયે (1947) 22% હિન્દુ હતા. તેમના પર અત્યાચાર, બળાત્કાર અને શોષણના કારણે તેમની સંખ્યા ઘટીને માત્ર 3% થઈ ગઈ છે, માટે હિન્દુઓ પાછા આવવા માગે છે. અમે એ જ કામ કરી રહ્યા છીએ, જે કોંગ્રેસે આ સંકટગ્રસ્ત હિન્દુઓની મદદ માટે કરવું જોઈતું હતું અને હવે અમે તે કરી રહ્યા છીએ, તો તમે વિરોધ કરી રહ્યા છો.”

બાંગ્લાદેશનો કર્યો ઉલ્લેખ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી માત્ર 2% રહી ગઈ છે. દેશના અલગ-અલગ ભાગોમાં નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ દર્શાવીને ગુજરાતમાં ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓએ મંગળવારે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેલીઓમાં ભાગ લીધો. આ રેલીઓનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મદદથી નાગરિકતા સમિતીએ કર્યું.

CAAનું કર્યું સમર્થન

મહત્વનું છે કે સુરતમાં યોજાયેલી CAA સમર્થન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં મુસ્લિમોએ પણ ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ભરેલા પગલાને યોગ્ય ગણાવીને આ વિષયને વધુ કડક બનાવવાની માંગ કરી હતી. આ રેલીમાં રાજ્યના મંત્રી ગણપત વસાવા, ધારાસભ્ય પુર્ણેશ મોદી પણ જોડાયા હતા અને સમર્થન રેલીમાં કાયદાની વિરુદ્ધમાં થયેલી હિંસા સામે વિરોધ વ્યક્ત કર્યો.

CAAના સમર્થનમાં સુરતમાં વિશાળ રેલી યોજાઈ

કોંગ્રેસનો પણ કરાયો વિરોધ

પુર્ણેશ મોદીએ કહ્યું, “CAA દેશ અને નાગરિકોના હિતમાં છે. કોંગ્રેસ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આ ભ્રામક પ્રચારના વિરોધમાં નાગરિક સમિતીએ રેલીનું આયોજન કર્યું. તમે જોઈ શકો છો કે નાગરિકતા કાયદાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.”


SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares