રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અંગે છે કોઈ સવાલ? અહીં જાણો જવાબ

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares


નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી ગણતરી પહેલા એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે. NRC અને CAA પર વિવાદ વચ્ચે એનપીઆર એટલે કે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈને પણ લોકોમાં ઘણા સવાલો છે, ત્યારે આવો જાણીએ શું છે NPR અને શું છે તેનો હેતુ…

1. શું છે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર
NPR ભારતમાં રહેતા સ્વાભાવિક રહેવાસીઓનું એક રજિસ્ટર છે. તેને ગ્રામ પંચાયત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તૈયાર કરવામાં આવે છે. નાગરિકતા કાયદા, 1955 અને સિટિઝન્સ રુલ્સ, 2003ની જોગવાઈઓ અંતર્ગત આ રજિસ્ટર તૈયાર થાય છે.

2. શું છે આ સ્કીમના ઉદ્દેશ્ય?
દેશના દરેક રહેવાસીની સમગ્ર ઓળખ અને અન્ય જાણકારીઓના આધાર પર ડેટાબેઝ તૈયાર કરવાનો તેનો મહત્વનો હેતુ છે. સરકાર પોતાની યોજનાઓને તૈયાર કરવા, છેતરપિંડીને રોકવા અને દરેક પરિવાર સુધી સ્કીમોનો લાભ પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે.

3. કઈ જોગવાઈઓ અંતર્ગત તૈયાર થાય છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર?
નાગરિકતા કાયદા, 1955ને 2004માં સંશોધિત કરાયો હતો, જે અંતર્ગત એનપીઆરની જોગવાઈ જોડવામાં આવી. સિટિઝનશિપ એક્ટ, 1995ના સેક્શન 14Aમાં એ જોગવાઈ નક્કી કરાઈ છે કે- કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરી રાષ્ટ્રીય ઓળખ પત્ર આપે છે. સરકાર દેશના દરેક નાગરિકનું રજિસ્ટર તૈયાર કરી શકાય છે અને તેના માટે નેશનલ ટ્રિબ્યુનલ ઓથોરિટી પણ રચવમાં આવી શકે છે.

4. શું એનપીઆર અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત છે?
નાગરિકતા કાયદામાં 2004માં થયેલા સુધારા મુજબ સેક્શન 14 અંતર્ગત કોઈપણ નાગરિક માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. નેશનલ રજિસ્ટર ઓફ ઈન્ડિયન સિટિઝન્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને એનપીઆર આ દિશામાં પહેલું પગલું છે.

5. એનપીઆરમાં કઈ રીતે કરાવી શકાય રજિસ્ટ્રેશન?
એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન એનપીઆર તૈયાર કરનારા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરશે. તે પછી તે ઈલેક્ટ્રોનિક્સ ડેટાબેઝ તરીકે તૈયાર કરવામાં આવશે. ફોટોગ્રાફ, ફિંગરરપ્રિન્ટ જેવી વસ્તુઓને પણ તેમાં સામેલ કરાશે. આ સમગ્ર પ્રક્રિયા એનપીઆર અંતર્ગત કરવા માટે નિયુક્ત કરાયેલા સરકારી અધિકારીઓની દેખરેખ થશે.

6. એનપીઆરમાં કઈ જાણકારીઓ હશે?
એનપીઆર રજિસ્ટ્રેશનમાં વ્યક્તિનું નામ, પરિવારના વડા સાથે સંબંધ, પિતાનું નામ, માતાનું નામ, પત્ની કે પતિનું નામ (જો વિવાહિત છે), લિંગ, જન્મતિથિ, હાલનું સરનામું, રાષ્ટ્રીયતા, સ્થાયી સરનામું, વ્યવસાય અને બાયોમેટ્રિક ડિટેલ્સને તેમાં સામેલ કરવામાં આવશે. 5 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ તેમાં સામેલ કરવામાં આવશે.

7. શું NRI પણ હશે NPRનો ભાગ?
એનઆરઆઈ ભારતના નાગરિક નથી મનાતા અને તેઓ બહાર રહેતા હોવાના પગલે તેમને તેમાં સામેલ નહીં કરવામાં આવે. જો તે ભારત આવે છે અને અહીં રહેવા લાગે છે, તો તેમને પણ એનપીઆરમાં સામેલ કરી શકાય છે.

8. જાણી-જોઈને કે ભૂલથી ખોટી માહિતી આપવા પર શું થશે?
જો એનપીઆર અંતર્ગત તમે ખોટી માહિતી આપો છો, તો સિટિઝનશિપ રુલ્સ, 2003 અંતર્ગત તમારે દંડ ભરવો પડી શકે છે.

9. શું એનઆરપી અંતર્ગત ઓળખ પત્ર આપવામાં આવે છે?
સરકાર એનપીઆર અંતર્ગત આઈડેન્ટિટી કાર્ડ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તે એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ હશે, જેમાં આધારનો પણ ઉલ્લેખ હશે.

10. એનપીઆર અને આધાર વચ્ચે શું સંબંધ છે?
એનપીઆર ભારતમાં રહેતા લોકોનું એક સામાન્ય રજિસ્ટર છે. તે અંતર્ગત એકત્ર કરાયેલા ડેટાને યુઆઈઈડીએઆઈને રી-ડુપ્લિકેશન અને આધાર નંબર આપવા માટે મોકલવામાં આવશે. આ રજિસ્ટરમાં ત્રણ મુખ્ય બાબતો- ડેમોગ્રાફિક ડેટા, બાયોમેટ્રિક ડેટા અને આધાર નંબર સામેલ હશે.


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares