વડાપ્રધાન મોદીએ ‘સદૈવ અટલ’ પર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95માં જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સદૈવ અટલ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક નેતાઓએ સમાધિ સ્થળ પર ફૂલો અર્પણ કર્યા હતા. મોદી આજે લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ કરશે. 

વડાપ્રધાન મોદી લગભગ એક ક્લાક લખનઉમાં રહેશે. તેઓ અમૌસી એરપોર્ટ પરથી લોકભવન પહોંચશે, જ્યાં પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન અટલજીની સાથે સંસ્મરણો અંગે વાત કરશે. ગયા વર્ષે પણ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં અટલજીની સમાધિ સ્થળ સદૈવ અટલ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. 

સંસ્કૃતિ વિભાગે અટલજીની જયંતી પર લોકભવનમાં ત્રણ દિવસીય સમારોહનું આયોજન કર્યું છે. જેમાં 23 ડિસેમ્બરે વાજપેયીની 51 કવિતાઓનુ પઠન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે 24 ડિસેમ્બરે રાષ્ટ્ર ધર્મ, રાષ્ટ્રવાદ, અટલ બિહારી વાજપેયી વિષય પર સેમિનાર યોજાયો હતો. બુધવારે રાષ્ટ્રીય કવિ સમ્મેલનની સાથે કાર્યક્રમનું સમાપન થશે. 


SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares