વડાપ્રધાન મોદીએ સાંસદોને સાવચેત કર્યા :’મંત્રી પદ મળે છે આવા કોલ આવી તો ચેતજો’

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

લોકસભાની ચૂંટણીઓ 2019 માં વિજય નોંધાવ્યા પછી શનિવારે એનડીએના સંસદીય દળની બેઠક યોજાઇ જેમાં નરેન્દ્ર મોદીને નેતા પસંદ કરવામાં આવ્યા. એનડીએ સંસદીય પક્ષના નેતાને પસંદ કર્યા પછી PM મોદીએ ચૂંટાયેલા સદસ્યોને સંબોધન કર્યું. PM મોદીએ જ્યાં ચૂંટણી જીતી હતી તેમની પાછલી સરકારના યોગદાનની ચર્ચા કરી હતી, તો નવી સરકારની યોજનાઓ વિશે પણ સંકેતા આપ્યાં હતા. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે સદસ્યોને કહ્યું કે જો મીડિયામાં મંત્રી પદ માટે તેમનું નામ સામે આવે તેને સાચું ન સમજી લેતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અત્યાર સુધી તેઓએ જીતેલા સાંસદોની સંપૂર્ણ યાદી જોઇ નથી , પરંતુ આ દેશમાં ઘણા બધા નરેન્દ્ર મોદી જન્મ્યા છે જેણે કેબિનેટની રચના પણ કરી દીધી છે. PM મોદીએ કહ્યું કે જો બધાનું ટોટલ કરવામાં આવે તો કદાચ 50 સાંસદ જ એવા હશે જેમનું નામ મંત્રીની યાદીમાં નહીં હોય.PM મોદીએ સાંસદોને ખોટા ફોન કોલ અને ખોટી વાતોથી પણ સાવચેત રહેવા કહ્યું. તેમણે કહ્યું કે આજકાલ ઘણા લોકો PMઓ. ના નામ પર ખોટા ફોન કરે છે, કારણ કે સંસદ નવા છે, તેથી તે અવાજ ન ઓળખે . PM મોદીએ આગળ કહ્યું કે મીડિયાના લોકો જે નામ ચલાવે છે તે ભ્રમિત કરવા માટે છે, તમે આ ભ્રમમાં ન આવતા. તેમણે કહ્યું કે ઘણા લોકો તમને કહેશે કે તેઓ યાદીમાં તમારું નામ જોયું છે, પણ એવું કંઈ નથી.

નરેન્દ્ર મોદીએ કહ્યું, જે કંઇક થશે તે નિયમો મુજબ થશે. ના કોઇ પોતાનું છે ન કોઇ પારકું, જે કોઈ પણ જીતીને આવ્યાં છે એ બધાં મારા છે. મારા માટે કોઈ ફરક નથી. જવાબદારી ખૂબ ઓછાં લોકો આપી શકાય છે, તેથી કોઈ ખાસના ચકકરમાં નથી પડવું. જો અખબાર અથવા ટીવી પર પણ આવા સમાચાર આવે તો તેને ફોન કરીને તેને બંધ કરવા કહો.

PM મોદીએ આ પણ કહ્યું કે કેવી રીતે ગુજરાતના સી.એમ. રહેવા દરમિયાન, ખોટા ફોનકૉલના કારણે એક પાર્ટી કાર્યકર્તા છત્તીસગઢથી તેમની પાસે પહોંચ્યા હતા. પીએમમોદીએ કહ્યું, સરકાર બીજું કોઇ નહીં બનાવે જેની જવાબદારી છે તે જ બનાવે છે. અખબારોનાં પાનાઓથી મંત્રી ન બને , ન મંત્રી પદ જાય છે. આ બીજેપી અને એનડીએનું કેરેક્ટર નથી.

સાથે સાથે તેમણે કહ્યું કે કે શપથગ્રહણ સુધી કોઇની વાત પર ભરોસો ન કરે, જો તમને ફોન આવે તો પણ એક વખત તેને વેરીફાય કરો. વડાપ્રધાન મોદીની આ વાત પર સેન્ટ્રલ હોલમાં ઉપસ્થિત બધા નેતા અને સાંસદો હસવા લાગ્યાં હતા.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.