વલસાડ: સાંસદ કેસી પટેલે આદિવાસી સમાજ માટે શું કર્યું?

SHARE WITH LOVE
 • 88
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  88
  Shares

આદિવાસી વિસ્તાર ધારવતી એવું કહેવાય છે કે જે પાર્ટી વલસાડની સીટ પર જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. વલસાડ બેઠક પર પાછલી ત્રણ ટર્મથી ભાજપનો દબદબો છે. કોંગ્રેસને સતત હાર આપી રહેલા ભાજપનાં સાંસદ ડો.કે.સી પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. આદિવાસી પ્રભૂત્વ ધરાવતી સીટ પર સાંસદ કેસી પટેલ એન્ટી ઈનકમ્બન્સીનો સામનો કરી રહ્યા છે.

વલસાડના લોકોની વાત માનીએ તો પાછલા પાંચ વર્ષમાં કેસી પટેલને લોકો સાથે ભળતા જોવામાં આવ્યા નથી. લોકો કહે છે કે સાંસદ સામાન્ય લોકોને મળવા કરતા પ્રોગ્રામ અને દિલ્હી કે ગાંધીનગર આવવા-જવામાં જ વધુ રચ્યા-પચ્યા રહેતા હતા.

કેસી પટેલના કાર્યકાળમાં ઉડીને આંખે વળગે તેવું વિકાસનું કામ જોવા મળી રહ્યું નથી. લોકો કહી રહ્યા છે કે વલસાડમાં વિકાસ ખોવાયો છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વલસાડનો વિકાસ કરવામાં આવ્યો છે એવી વાતો માત્ર વાતો હોવાનું લોકોએ રૂબરૂ મુલાકાતમાં કહ્યું છે. સાંસદનો રિપોર્ટ કાર્ડ પોઝીટીવ હોવા કરતાં નેગેટીવ વધારે છે. મીડિયા સાથેની વાતચીતમાં લોકો કહે છે કે જો સાંસદને 10માંથી માર્કસ આપવાના હોય તો 2-3 માર્કસ આપી શકાય એમ છે.

સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન કેસી પટેલે દ્વારા વલસાડ અને આજુબાજુના ગામોના વિકાસ અંગે જોઈએ તેવી અસર જોવા મળી રહી નથી. કેસી પટેલ પોતે પોતાના ઘરમાં પણ નાના ભાઈ ડો.ડીસી પટેલના વિરોધનો સામનો કરી રહ્યા છે. ડીસી પટેલે આ વખતે ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરતાં વલસાડ ભાજપ માટે સ્થિતિ કપરી બન્યા વગર રહેવાની નથી.

હની ટ્રેપવાળા કેસમાં કેસી પટેલ સામે આક્ષેપો થયા, ફરીયાદ કરનારી યુવતી પર જ બ્લેક મેઈલીંગની વળતી ફરીયાદ કરવામાં આવી પરંતુ આ પ્રકરણથી ભાજપ અને તેમની ઈમેજને ધક્કો જરૂર લાગ્યો હોવાની વાત ખૂદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સ્વીકારી રહ્યા છે. કેસી પટેલ માટે આ વખતે રસ્તો આસાન નથી જ નથી.

વલસાડવાસીઓ કહી રહ્યા છે કે સંસદમાં વલસાડ કે આદિવાસીઓના પ્રશ્નો અંગે કેસી પટેલને કદી પણ બોલતા જોયા નથી. સંસદમાં સાંસદ દ્વારા વલસાડના વિકાસ માટેની કેટલી યોજના રજૂ કરવામાં આવી તે અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી. લોકો કહી રહ્યા છે કે શું સાંસદ કેસી પટેલ સંસદમાં હાજરી પૂરાવવા જતા હતા કે શું? આવી અનેક બાબતોને લઈ સાંસદ કેસી પટેલ સામે લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.


SHARE WITH LOVE
 • 88
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  88
  Shares

Leave a Reply

Your email address will not be published.