વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને લઈને ઝઘડિયા ધારાસભ્યના રાજ્ય સરકાર પર પ્રહાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જે સ્થળે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી થવાની છે તે સ્થળે રાજ્ય સરકારે આદિવાસીઓના હક અને અધિકાર છીનવી લીધા છે તેવો આક્ષેપ કર્યો છે.

ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીટીપી ના સુપ્રીમો છોટુ વસાવાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વિડિયો મેસેજ વાયરલ કરી જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આદિવાસી દિવસ ૯ ઓગસ્ટ ઉજવવાની તૈયારી કરી રહી છે.

ચાર-પાંચ વર્ષ પહેલા આદિવાસી દિવસની સરકાર ઉજવણી બાબતે સંયુક્ત રાષ્ટ્ર સંધની જે ફોર્મ્યુલા ગાઈડ પણ કરતી ન હતી.હવે એકાએક સરકારને એમને કેમ લાગણી થઇ કે આદિવાસી દિવસ ઉજવવાનો ! જ્યાં સરકાર ઉજવણી કરવાના છે જ્યાં એસઓયુ સત્તા મંડળ બનાવીને ગામસભાના જે હક અધિકાર છે એને તમે કેવી રીતે તમે છીનવી શકો છો? અને જો છીનવી લીધા છે તો આદિવાસી દિવસ ૯મી ઓગસ્ટ ની ઉજવણી કરવાનો મતલબ શું રહ્યો?

ઈકો સેન્સીટીવ ઝોન બનાવી બીજા હકકની અંદર તમે ૧૦૧ ગામોમાં નામ દાખલ કરી દીધા ! ૭૦,૦૦૦ ની આબાદીની જમીન તમે છીનવી લેવા કરો છો જે લોકો વર્ષોથી, દોઢસો વર્ષથી જમીન ખેડીને જીવતા હતા તમે ઇકો સેન્સેટીવ ઝોન બનાવીને આદિવાસી સાથે શું કરવા માંગો છો? એને જીવડાવવા માંગો છો ? જો ખરેખર આદિવાસીઓની લાગણી હોય તો ત્યાંથી તગેડી કાઢવાના કાયદા કેવી રીતે બનાવી શકો ? અને કેવી રીતે નામ નાખી શકો? કાઢી મુકવાના કાયદાકીય રીતે બનાવો છે અને કેવી રીતે નામ નાખી શકો! તમે ઉજવણી ફક્ત લોકોમાં જાગૃતિ આવી છે અને એમને મત નહી આપે એટલા માટે ઉજવીણી કરીને તમને મત આપે એટલા માટે તમે ઉજવણી કરી રહ્યા છો ! ખરા અર્થ માં આદિવાસીઓની તમને લાગણી છે નથી !

નહીં તો વિશ્વ આદિવાસી દિન ૧૯૯૪ ની અંદર જાહેર થયુ છે, જો કોંગ્રેસને અને ભાજપ સરકારને આદિવાસીઓની લાગણી હોત તો ભારતમાં ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી પણ છે જ તમે શા માટે તેઓએ અત્યાર સુધી ધ્યાન નથી આપ્યું કે આ લોકોના હક અધિકાર આપવા જોઈએ છે. સામે થી સરકારે કહેવુ જોઇએ કે અમે તમારી સાથે છે.આજે પણ બીજા સામાન્ય માણસોના દિનની ઉજવણી કરે છે તે દિવસની રજા જાહેર કરે છે. દેશમાં ૧૧ કરોડ જેટલા આદિવાસીઓ છે ગુજરાતમાં ૧ કરોડ જેટલા છે તેમ છતાં ૯ મી ઓગસ્ટ જાહેર રજા રાખવામાં આવતી નથી.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •