સુરતઃ CAAના સમર્થનમાં વિશાળ રેલી, મુસ્લિમોએ કાયદાનું સમર્થન કર્યું

SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares

સુરતઃ નાગરિક સમિતી દ્વારા રાજ્યભરમાં CAA (citizenship amendment act 2019) એટલે કે ‘નાગરિકતા સુધારા કાયદા’ના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાનારી રેલીમાં મુખ્યમંત્રી વિજય રુપાણી હાજરી આપશે. સુરતમાં યોજાઈ રહેલી રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને કાયદાને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોડાયા છે. આ રેલીમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા.

સુરતમાં વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી સુરત નાગરિકતા સમિતી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટર્સ તથા બેનર્સ લઈને રેલીમાં જોડાયા છે. આ રેલીમાં જોડાયેલા મુસ્લિમ ધર્મના લોકોએ પણ કાયદાનું સ્વાગત કરીને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. મુસ્લિમ ધર્મના આગેવાનોએ એમ પણ કહ્યું કે, આ કાયદાને લઈને કોંગ્રેસ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. આ કાયદામાં કરાયેલી જોગવાની વાત કરીને મુસ્લિમ અગ્રણીઓએ એમ પણ કહ્યું કે, આ કાયદામાં ભારતમાં રહેતા મુસ્લિમોનો નહીં પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરનારા મુસ્લિમોની વાત કરવામાં આવી છે, જેમાં હિન્દુસ્તાનના મુસ્લિમોનો કોઈ મુદ્દો જ નથી તેમને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કાયદાને વધુ કડક બનાવવાની પણ માંગ આ રેલીમાં કરાઈ છે.

આ રેલીમાં ગણપત વસાવાએ સ્થાનિક મીડિયા સાથે વાત કરીને કોંગ્રેસ સરકાર પર વાર કરીને કહ્યું કે, “પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ, શીખ, જૈન, બોદ્ધ જેવા ધર્મો પર અત્યાચાર કરવામાં આવે છે. જેમાં બળાત્કાર, જબરજસ્તી ધર્મ પરિવર્તન, મિલકતની લૂંટ કરાતી હતી, તે શરણાર્થીઓ ભારતમાં રહેતા હતા અને તેમને ભારતનું નાગરિકત્વ મળે તે માટે 70 વર્ષથી કોંગ્રેસની સરકારે કોઈ જોગવાઈ નહોતી કરી, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ ઐતિહાસિક કાયદો બનાવીને તેમને ભારતનું નાગરિકત્વ આપવાનું નક્કી કર્યું છે.”

મહત્વનું છે કે, રાજ્યભરમાં વિવિધ જગ્યાઓ પર કરવામાં આવેલા આ આયોજનમાં અમદાવાદના ગાંધી આશ્રમમાં CAAના સમર્થનમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ઉપસ્થિત રહેવાના છે.


SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares