સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂ પીવાની છૂટ અપાશે ?

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વધુ પર્યટકોને આકર્ષવા માટેનાં આયોજન પર વિચાર કરી શકે છે. જેમાં આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન કરશે નહિ. માત્ર વહીવટી તંત્રને હસ્તક જ તેના વિકાસની જવાબદારી નાંખવામાં આવશે. સરકાર ગુજરાત રાજ્યની દારૂબંધીની જોગવાઈમાંથી તેને મુક્ત કરવા માટેનું આયોજન કરી રહી હોવાની ચર્ચાએ પણ આ વિધેયક લાવવાની વાત સાથે જોર પકડયું છે. આ પગલું લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

સોમવારથી ગાંધીનગરમાં શરૂ થયેલા રહેલા વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષે સત્રના દિવસો લંબાવવાની માંગ કરી છે. તો સરકારે વિપક્ષના પ્રશ્નો ધ્યાનથી સાંભળવામાં આવશે. તેમ કહ્યુ છે. વિધાનસભા ખાતે યોજાયેલી બેઠકમાં વિધાનસભા સ્પીકર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વિપક્ષના નેતા, કાયદા સચિવ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આજથી શરુ થયેલા ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રમાં ચાર બેઠક યોજાશે. 9 ડિસેમ્બરે પ્રથમ બેઠકમાં પુર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. અને શોક પ્રસ્તાવ બાદ બેઠક પૂર્ણ થશે.બીજા દિવસની બેઠકમાં પ્રશ્નોત્તરી, એમએસએમઈ તથા ઈલેકટ્રીસિટી કાયદાના સુધારાનું બિલ રજૂ થશે. બીજા દિવસે જુદા-જુદા પાંચ બિલ હાથ પર લેવાશે. ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ડેલલપ કરવા માટે બિલ લવાશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિનો પ્રસ્તાવ સીએમ અને વિપક્ષ નેતા લાવશે. જેટલા કામ હાથ પર લેવાયા છે તે તમામ કામ સત્રના નિયત દિવસોમાં હાથ પર લેવાશે.

Source:


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares