હની ટ્રેપ માં ફસાઇને કે. સી પટેલે વલસાડ ની આદિવાસી બેઠક બદનામ કરી

SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares

અનંત પટેલ નો દાવો વલસાડ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપ દ્વારા વર્તમાન સાંસદ ડોક્ટર કે સી પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા બાદ ગુરુવારે સાંજે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર તરીકે ધારાસભ્ય જીતુ ચૌધરીને મેદાનમાં ઉતારતા રાજકીય માહોલ ગરમાયો છે.વાસદા  તાલુકા લીમઝર ગામથી કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી એ ચૂંટણીજંગ નું રણશિંગું ફૂંકી ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભાજપ ૨૦૧૪ માં લોકોને આપેલ વચનો પાળવામાં વામણો પુરવાર થયો છે

ખોટા વચનો આપી લોકોને મૂર્ખ બનાવનાર ભાજપને સબક શીખવવાનો સમય આવી ગયો છે ભાજપે નોટબંધી અને જીએસટી જેવા આપ મુખી નિર્ણય કરી લોકોને બેરોજગાર કરવા માટે આદિવાસીઓને જંગલ જમીન સનદ આપવાનું વચન પણ પાડયું નથી વલસાડના પૂર્વ સાંસદ કિશન પટેલ સાંસદ કે સી પટેલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભામાં કે સી  પટેલે પાંચ વર્ષમાં એક પણ સવાલ નથી કરવા સાથે એક પણ વિકાસના કામો પાંચ વર્ષમાં લાવ્યા નથી મહિલા સશક્તિકરણની વાતો કરતા સાંસદ કે.સી પટેલ પોતે જ હની ટ્રેપ માં ફસાઈ મહિલાઓ પ્રત્યેની માનસિકતા છતી કરી છે.વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ જણાવ્યું હતું કે કે.સી.પટેલ એ હની ટ્રેપ માં ફસાઈ વલસાડ બેઠકનું નામ આખા દેશમાં બદનામ કર્યું છે

Source: Sandesh 30/03/2019


SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares

Leave a Reply

Your email address will not be published.