ઝઘડિયાના લાડવાવડ ગામના નર્મદાના કિનારેથી 100 બતકો મૃત હાલતમાં મળ્યા, પાણી જવાબદાર

SHARE WITH LOVE
 • 683
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  683
  Shares

ભરૂચના ઝઘડિયા પાસેના નર્મદા કિનારે 100થી વધુ બતકો મૃત હાલતમા મળી આવ્યા છે. જેથી પક્ષી પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ઝઘડિયાના લાડવાવડ ગામના નર્મદાના કિનારેથી બતકો મૃત હાલતમાં મળ્યા છે. નર્મદા નદીના દુષિત પાણીથી બતકોના મોતની આશંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે, સરદાર સરોવર ડેમનું પાણી છેલ્લા કેટલાક દિવસથી કાળુ પડી ગયેલુ જોવા મળ્યુ છે. નર્મદાની કેનાલના પાણીમાં પમ સેંકડો માછલીઓના મોત થઈ ચુક્યા છે. પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા છે. તેવામાં હવે ઝઘડિયા ખાતેથી નર્મદાના કિનારે 100 જેટલા બતકના શંકાસ્પદ મોતના દ્રશ્યો સામે આવ્યા છે. જેથી પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે.


SHARE WITH LOVE
 • 683
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  683
  Shares

Leave a Reply

Your email address will not be published.