સ્ટેચ્યુ પાસે નર્મદાના 13 અધિકારીઓએ ગોચર-ખરાબાની જમીન ખરીદી લીધી?

SHARE WITH LOVE
 • 651
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  651
  Shares

જમીનના ભાવો આસમાને જતાં જ રૂપિયા રળી લેવા અધિકારીઓનું કારસ્તાન કોયારી

પાસે 30 ગુંઠા સરકારી ખરાબા, ગૌચરની જમીનોના રાતોરાત ઓર્ડર પણ થઇ ગયા?

રાજપીપળા: નર્મદા જિલ્લામાં આદિવાસી મ્યુઝિયમમાંથી માટી ચોરી બાદ તેની સામે જ કોયારી ગામ પાસે ગરુડેશ્વર ગામની સીમમાં આવેલા 30 ગુંઠા સરકારી ખરાબાની ગૌચર જમીન જ્યાં ગરુડેશ્વર સહીત આજુબાજુના ખેડૂતો પોતાના પશુઓ ચરાવતા હતા. તે જમીન પર સરકારી આધિકારીઓએ સરકારની એક યોજના પ્રમાણે વર્ગ 1 અને વર્ગ 2 ના આધિકારીઓ પૈકી 13 જેટલા જિલ્લાના અધિકારીઓએ આ 30 ગુંઠા જમીનમાં 1000 સ્કેવરફૂટના પ્લોટ પાડી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. સરકારી ભાવ 50 ટકા રાહતે આજે ગામની સરકારી ગૌચર, ખરાબાની જમીન પણ બચી નથી.

કેવડિયા સહીત છ ગામ અને બીજા 70 ગામોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીતના વિવિધ પ્રોજેક્ટમાં આદિવાસીઓની જમીનો ગઈ છે. કેવડિયા, કોઠી, વાગડીયા, સહીત ના ગામો ને તો સંપૂર્ણ ખસેડી જ્યા વિવિધ રાજ્યોના ભવનો બનાવવાના છે. ત્યારે જેમની જમીનો છે. તેમને સરકાર બહાર કાઢી રહી છે. જયારે સરકારી જમીન આધિકારીઓને લ્હાણી કરાતી હોવાની વાતો પણ જોર પકડી રહી છે. જોકે હજુ આ વાતને કોઇ સમર્થન મળતું નથી. પરંતુ જમીનો માટે પડાપડી બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ સંકલનની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.

source:


SHARE WITH LOVE
 • 651
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  651
  Shares