આખા દેશમાં ગુજરાતમાંથી સૌથી વધુ 2000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ, આંકડાઓ જાણી ચોંકી જશો

SHARE WITH LOVE
  • 15
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    15
    Shares

કેન્દ્ર સરકાર દ્વારા ડિમોનિટાઈઝેશન નિર્ણય લેવામાં આવ્યો તે પછી બજારમાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી 2017ની સાલમાં સૌથી વધુ બે હજારના દરની 30,658 નંગ નકલી ચલણી નોટો જપ્ત થયાની વિગતો ખુલી છે. સમગ્ર દેશમાં નકલી કરન્સી કુલ રૂપિયા 28 કરોડની પોલીસે જપ્ત કરી જેમાં સૌથી વધુ અધધ કહી શકાય તેટલી 9 કરોડની નકલી કરન્સી માત્ર ગુજરાતમાંથી મળી હતી.

આમ સમગ્ર દેશમાં સૌથી વધુ નકલી કરન્સી ગુજરાતમાંથી કબજે લેવામાં આવે છે. ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં અમદાવાદની વિવિધ બેન્કોમાંથી આવેલી નકલી ચલણી નોટો અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આંચકો આપે તેવી બાબત એ હતી કે, બેંકો દ્વારા મોકલવામાં આવેલી નકલી કરન્સીમાં બાળકોના રમવા માટે આવતી સાદી કાગળની નોટો પણ બેન્કના કર્મચારીઓ ઓળખી શક્યા ન હતા. જેના કારણે આરોપીઓ બેંકમાં આ પ્રકારની નકલી નોટો વટાવવામાં સફળ થયા હતા. નકલી નોટો પકડાવાની મામલે ગુજરાત બાદ બીજા ક્રમ ઉત્તરપ્રદેશ અને ત્રીજા ક્રમે વેસ્ટ બંગાળનો સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના 2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી 2017માં 9 કરોડની ડુપ્લિકેટ ચલણી નોટો મળી જ્યારે ઉત્તર પ્રદેશમાં 2,86,49,860ની અને વેસ્ટ બંગાળમાંથી 1,93,66,070ની રકમની નકલી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી. આમ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત, ઉત્તરપ્રદેશ અને વેસ્ટ બંગાળમાંથી સૌથી વધુ ડપ્લિકેટ ચલણી નોટો કરન્સીમાં ફરતી થઈજતી હોવાનું બહાર આવ્યું છે.

જેની સામે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીઓને ઝબ્બે કરવા માટે કાર્યવાહી પણ કરવામાં આવે છે. બે હજારની નવી ચલણી નોટો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી સૌતી વધુ બે હજારના દરની નકલી નોટો બાદ આ મામલે 10191 નંગ બે હજારના દરની નકલી નોટ ઝબ્બે કરવામાં ઉત્તરપ્રદેશનો બીજો ક્રમ અને વેસ્ટબંગાળ ત્રીજા ક્રમ સાથે બે હજારના દરની 7922 નોટો ઝબ્બે કરી છે.

દેશની આર્થિક સ્થિતિને ફટકો મારવા માટે ઘૂસાડવામાં આવતી નકલી ચલણી નોટો મામલે પ્રજામાં જાગૃતતા લાવવા માટે સરકાર, રિઝર્વ બેંક અને પોલીસ દ્વારા સતત આયોજન થઈ રહ્યા છે. ખાસ કરી બજારોમાં વેપારીઓમાં આ મામલે સતત જાગૃતતા આવી રહી છે. મોટાભાગના કિસ્સામાં નકલી ચલણી નોટો સાથે આરોપીને ઝડપીને વેપારીઓ પોલીસને જાણ કરતાં હોવાના કિસ્સા દેશમાં પ્રકાશમાં આવ્યા છે. યુનિયન ટેરેટરીમાં દિલ્હીમાંથી નકલી કરન્સી 6,78,96,250ની પોલીસે ઝબ્બે કરી હતી.

રદ થયેલી એક હજારની નોટ કયા રાજયમાં સૌથી વધુ ઝડપાઈ
રાજ્ય                   એક હજાર દરની રદ નોટ કેટલી મળી
ગુજરાત               16,742
ઉત્તર પ્રદેશ          4,354
વેસ્ટબંગાળ         1465
મહારાષ્ટ્ર             782
કર્ણાટર                771

Source:


SHARE WITH LOVE
  • 15
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    15
    Shares