ગુજરાતમાં 25 IPS અધિકારીની બદલી, સુરતના કમિશનર પદે આ IPS

SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

તા 2 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય મંત્રી અમીત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા રાજ્યના ગૃહ વિભાગે સિનિયર IPS સહિત 25 IPS અધિકારીઓની બદલીનો આદેશ સોમવારની સાંજે બહાર પાડયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશીયલ કમિશનર તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર એડીશનલ DGP અજય તોમરને મૂકવામાં આવ્યા છે, જ્યારે સતીષ શર્માની નિવૃત્તીને કારણે ખાલી પડેલી સુરત પોલીસ કમિશનરની જગ્યા ઉપર પ્રમોશન સાથે એડીશનલ DGP આર બી બ્રહ્મભટ્ટને મૂકવામાં આવ્યા છે જો કે સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર સુરતથી ખસેડી DGP ઓફિસમાં વહિવટમાં મૂકવામાં આવ્યા છે.

ગુજરાતના અન્ય સિનિયર IPS અધિકારીમાં સમશેરસિંગને આર્મસ યુનિટમાંથી ખસેડી CID ક્રાઈમમાં અજય તોમરના સ્થાને મૂકવામાં આવ્યા છે, જ્યારે ઈન્કવારીનો હવાલો સંભાળતા કે એલ એન રાવને જેલના વડા મોહન ઝાની નિવૃત્તીને કારણે ખાલી પડેલી જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે જ્યારે પંચમહાલ રેન્જમાંથી મનોજ શીશધરનને આઈબીમાં બ્રહ્મભટ્ટના સ્થાને મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાંથી ખુરશીદ અહેમદને રાજકોટ ટ્રાફિક અને ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે જ્યારે જુનાગઢ રેંજમાંથી સુભાષ ત્રિવેદ્દીને બોર્ડર રેંજમાં મૂકયા છે જ્યારે બોર્ડર રેંજમાંથી ડી બી વાઘેલાને એસીબીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે નિપૃર્ણા તોરવણને પોલીસ એકેડમીમાંથી અમદાવાદ સેકટર-2ના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

ગૃહ વિભાગે કરેલી બદલીના આદેશ આ પ્રમાણે છે


SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

Leave a Reply

Your email address will not be published.