કલ્યાણપુરના કેનેડી ગામેથી સાડા ચાર કરોડની તોતિંગ ખનીજચોરી પ્રકાશમાં આવી

SHARE WITH LOVE
  • 51
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    51
    Shares

ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા કલ્યાણપુર તાલુકામાંથી વધુ એક ખનીજચોરી પ્રકાશમાં આવી છે. જેમાં હડમતિયા ગામના સંભવિત શખ્સ શખ્સ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડની કિંમતના 35 હજાર મેટ્રિક ટનથી વધુ કિંમતના બોકસાઈટની ચોરી કરવા સબબની ફરિયાદ ખાણ ખનીજ વિભાગ અધિકારી દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ અંગેની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાથી આશરે બાર કિલોમિટર દૂર કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની સીમમાં સ્થિત રેવન્યુ સર્વે નંબર 590 પૈકીની સરકારી પડતર જગ્યામાંથી મોટા પાયે ખનિજ ચોરી થયાનું ખાણ ખનીજ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું.

આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ સ્ટાફ દ્વારા કરાયેલા ચેકિંગ તથા માપણીમાં તારીખ 5-7-2019 બાદના સમયગાળાથી આ સરકારી પડતર જગ્યામાંથી 35,373 મેટ્રિક ટન બોકસાઈટ નામના ખનીજનું ખનન તથા વેંચાણ થયાનું ખુલવા પામ્યું છે. આથી રૂપિયા ચાર કરોડ પચાસ લાખ ચોવીસ હજારની કિંમતના બોકસાઈટની આ ચોરી પ્રકરણમાં શકદાર તરીકે કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામના જેઠાભાઇ વજશીભાઇ વરુ નામના શખ્સનું પણ નામ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે જિલ્લાના ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર ભૌતિક ડોડીયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 379 તથા એમ.એમ.ડી. એન્ડ આર. એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણની આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

source


SHARE WITH LOVE
  • 51
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    51
    Shares