રાજ્યસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનમાં ગતિવિધિઓ તેજ, કોંગ્રેસની જીત નિશ્ચિત: સચિન પાયલોટ

SHARE WITH LOVE
 • 130
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  130
  Shares

રાજ્યસભાની ત્રણ બેઠકો પરની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ચૂંટણી પ્રવૃત્તિઓ તીવ્ર બની રહી છે. બુધવારથી કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને જયપુરની હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.. રાજસ્થાનમાં કોંગ્રેસને ડર છે કે, ભાજપ તેમના ધારાસભ્યો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકે છે. આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા છે કે, વસુંધરા રાજેની નજીકના અપક્ષ ધારાસભ્યો પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સાથે હોઈ શકે છે. આમાંથી ઘણા અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપી શકે છે.

ભાજપના બળવાખોર નેતા અને અપક્ષ ધારાસભ્ય ઓમ પ્રકાશ હૂડલાએ કહ્યું કે, અમે અશોક ગેહલોત સાથે છીએ. વસુંધરા રાજેની નજીક હોવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, નિર્ણયો સમયની સાથે લેવો પડે છે. જોકે, ઓમપ્રકાશ હુડલાએ તેમને પૈસાની ઓફર કરવામાં આવતા હોવાના અહેવાલોને નકારી દીધા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોને પૈસા આપવાના સવાલ પર રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટે કહ્યું કે, તેમને ખબર નથી કે કોણ ધારાસભ્યને ઓફર કરે છે. પરંતુ જો આ કેસ છે તો તેની તપાસ થવી જોઇએ. હું આટલું કહી શકું છું કે, કોંગ્રેસ એક થઈ ગઈ છે.

પાયલોટ જૂથના નારાજ પ્રધાનોના પ્રશ્ને તેમને કહ્યું હતું કે, બધા એક સાથે છે, રાજ્યસભાની ચૂંટણીમાં બધા કોંગ્રેસને મત આપશે. બીજી તરફ મારા વિશે ચાલી રહેલી અટકળો પર તેમણે કહ્યું કે, મારા વિશે કોઈ પણ કંઈ પણ બોલી શકે છે, હું રાજ્યમાં કોંગ્રેસનો અધ્યક્ષ છું અને આખી કોંગ્રેસને સાથે રાખવાની જવાબદારી મારી છે.

source


SHARE WITH LOVE
 • 130
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  130
  Shares