કોરોનાને લઈ રૂપાણી સરકારની મુશ્કેલીમાં વધારો, રાજ્યપાલે આ મામલે આપ્યા તપાસનાં આદેશ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેવામાં પણ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પણ કાબૂ મેળવવામાં રૂપાણી સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો સતત વિવાદમાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ દર્દીઓની સારવાર પશુ જેમ ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી. તેવામાં હવે રૂપાણી સરકાર માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા માનવ અધિકાર ભંગની ફરિયાદ ફરિયાદ મામલે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. અને આ મામલે રાજ્યપાલે માનવ અધિકાર પંચને તપાસ માટે આદેશ આપ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય શૈલષ પરમાર દ્રારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે માનવ અધિકાર ભંગની ફરિયાદ બાબતે પત્ર લખ્યો હતો. અને સવા છ કરોડ લોકોનાને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી.

માનવ અધિકાર ભંગની ફરિયાદ બાબતે રાજ્યપાલે માનવ અધિકાર પંચને તપાસ સોંપી છે. અને આ સાથે જ આરોગ્ય વિભાગને પણ કાર્યવાહી કરવા માટે તેઓએ આદેશ આપ્યા છે. એટલે કે હવે ધમણ, N 95 માસ્ક, સિવિલનાં મોત સહિતની બાબતોએ ઘેરાયેલી રૂપાણી સરકાર સામે માનવ અધિકાર પંચમાં પણ ખટલો ચાલશે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •