ખોટા આદિવાસી પ્રમાણ પત્રો #આદિવાસી

SHARE WITH LOVE
  • 1.8K
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    1.8K
    Shares

આદિવાસી ના ખોટા પ્રમાણ પત્રો

આદિવાસી ના ખોટા પ્રમાણ પત્રો મેળવી નોકરી કરતા લોકોની જગ્યા ખાલી કરાવી સાચા આદિવાસી ની ભરતી થવી જોએઈ

Posted by Dr Bhavin Vasava on Monday, 7 January 2019

સરકાર શ્રી દ્વારા જે ચારણ, ભરવાડ, રબારી વગેરેને હવે થી આદિવાસી પ્રમાણ પત્રો ન અપાય અને ભવિષ્યમાં કોય ગેરરીતી ના થાય તે માટે જે કાયદો બનાવવા માં આવ્યો છે તે ઘણોજ મુલ્ય વાન અને સરાહનીય કાર્ય છે,તેમાટે  અમે સરકારશ્રી ના એ પગલાને બિરદાવીએ છે.

            પરંતુ સાથે સાથે અમે સરકાર શ્રી પાસે આશા કરીએ છે કે જેલોકોને ખોટા આદિવાસી પ્રમાણ પત્રો આગળ ના વર્ષોમાં અપાઈ ગયા છે તેના પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને જે લોકોએ ખોટા પ્રમાણ પત્રોના આધાર પર નોકરીઓં મેળવી છે તે જગ્યા ખાલી કરાવી તે જગ્યા પર જરૂરિયાત મંદ અને સાચા આદિવાસી જાતિના ભાઈ અને બેહનોને નોકરીયોમાં ભરતી કરવામાં આવે અને એના માટે જરૂરી યોગ્ય કાર્યવાહી સરકાર શ્રી દ્વારા થાય તેવી અમારી આપશ્રી ને રજૂઆત / પ્રાર્થના છે.

ખોટા આદિવાસી પ્રમાણપત્રો લય ને લોકોને ભવિષ્યમાં પોલીસ,શિક્ષણ, સરકારી નોકારીયો, પેટ્રોલ પંપ ની જાહેરાતો વગેરેમાં ગેરરીતી અને બધાતીયો થય સકે છે, તેમના પરિવારો પણ અદીવાસીજ રેહશે

આબધા મુદ્દોપાર આગણ પણ ઘણી રજુઆતો સરકારશ્રીને થઇ ચુકીછે પરંતુ અત્યારસુધી એના પરિણામો મળ્યા નથી પરંતુ હવે જો કોય પરિણામ નય મળે તો સરકારે આગામી ૨૦૧૯ ના ઈલેક્શન માં એનું પરિણામ ભોગવવું પડશે.

ડો ભાવિન વસવા, ભરૂચ

આવીસય ની ઘણી માહિતી નીચે મુજબ છે

આદિવાસી સમાજની મુખ્ય રજૂઆત એ હતી કે ગુજરાત સરકાર દ્વારા તા. ૨૬/૬/૨૦૦૭, અને તા. ૧૮/૧/૨૦૧૭ ના ગેરકાયદેસર ઠરાવો કરીને કેટલાક નાલાયક (જે લાયક ન હતા તેવા) લોકોને મેળા ભરી ભરીને ખોટી રીતે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા. તા.૨૧/૧/૨૦૧૦ ના ઠરાવથી સરકાર દ્વારા વિગતદર્શક કાર્ડ અને મસવાડી પહોંચોને આધાર તરીકે સ્વીકારી દાખલા આપવાનું ઠરાવેલ છે. આ વિગતદર્શક કાર્ડ એ ગેરકાયદેસર રીતે બદ ઈરાદાપૂર્વક ઉપજાવી કાઢેલું (Fabricated With Malafied Intention) ડોક્યુમેન્ટછે. જે કોઈ જ કાયદાકીય અને બંધારણીય વેલીડીટી ધરાવતું નથી તેમજ ગુજરાત સરકારે તેની ચકાસણી પણ કરેલી નથી. તેજ રીતે મસવાડી પહોંચ પણ બોગસ ડૉક્યુમેન્ટ છે અને જંગલ ખાતા દ્વારા તેની સત્યતાની ખાતરી પણ કરી આપવામાં આવતી નથી. મસવાડી પહોંચ નેસ વિસ્તારમાં તા.29-10- 1956 પહેલાનો કાયમી વસવાટ ની બાબત પ્રસ્થાપિત કરવાની બંધારણીય કાયદાકીય વેલીડીટી ધરાવતું નથી. પરિણામે સંખ્યાબંધ લોકો ને ખોટી રીતે લાખોની સંખ્યામાં અનુસૂચિત જનજાતિના દાખલા આપી દેવામાં આવ્યા છે. આ પ્રવૃતિને સરકારે મેળાઓનું આયોજન કરી કરીને મોટા પાયે વેગ અને ઉત્તેજન આપેલ છે. અને મૂળ સાચા આદિવાસીઓના બંધારણીય હક્કોનું નું મોટા પાયે ભેલાણ કરવામાં આવ્યું છે.


ઉપર મુજબની પોતાની ભૂલ સમજાતાં સરકારે તા. ૧૧/૧૦/૨૦૧૭ ના રોજ ઠરાવ કરીને ઉપરોક્ત ૨૬/૬/૨૦૦૭ અને તા. ૧૮/૧/૨૦૧૭ ના ગેરકાયદેસર કરેલા ખોટા ઠરાવો રદ કરી દીધા હતા. પરંતુ આ ખોટા ઠરાવો અન્વયે ઈસ્યુ કરવામાં આવેલ ખોટાં પ્રમાણપત્રો રદ્દ કરવામાં આવ્યા ન હતા. ઉપરથી આવાં ખોટાં પ્રમાણપત્રો ધરાવતા સંખ્યાબંધ ઉમેદવારોને સરકારી નોકરીઓ આપવાનું અવિરત પણે ચાલુ રાખેલ છે. જેની યાદીઓ અમે સરકારને આપી છે

.
ઉપરોક્ત પૂર્વ ભૂમિકા બાદ આગળ રજૂઆત એ છે કે: – ગુજરાત સરકારમાં વર્ગ-૧,૨ ના અધિકારીઓની ભરતી કરવા માટે GPSC દ્વારા જાહેરાત પાડીને સ્પર્ધાત્મક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી તા. ૨૮/૭/૨૦૧૭ ના રોજ આખરી પરિણામ જાહેર કરી સફળ ઉમેદવારોની યાદી સરકારને ભલામણ કરવામાં આવેલ હતી. GPSC દ્વારા જાહેર થયેલ ઉપરોક્ત પરિણામમાં કેટલાક ઉમેદવારો એવા હતા કે જેમણે સરકારના ખોટાં ઠરાવોના આધારે ગેરકાયદેસર રીતે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો મેળવેલ હતા.


આ બાબતે આદિવાસી સમાજને શંકા જતાં સમાજ દ્વારા સંખ્યાબંધ આવેદનપત્રો /અરજીઓ તેમજ મૌખિક રજૂઆતો મારફતે આવાં ખોટાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો વાળા ૧૮ (શંકાસ્પદ) ઉમેદવારોને વિશ્ર્લેષણ સમિતિ દ્વારા ચકાસણી કરાવ્યા વિના નિમણૂક નહી આપવા માટે આગ્રહભરી વિનંતી કરવામાં આવેલ હતી. અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ, પ્રદર્શનો, રેલી-સભાઓ, તથા આવેદન પત્રો રજૂ કરી ચકાસણી કરાવ્યા વિના તેમની નિમણૂકો કરવા સામે તીવ્ર વિરોધ વાંધો નોધાવવામાં આવ્યો હતો. તેમ છતાં સમગ્ર આદિવાસી સમાજના આટલા તીવ્ર વિરોધની અવગણના કરીને સરકાર દ્વારા ખોટા અને ગેરકાયદેસર અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રો ધરાવતા ઉમેદવારોને સાચા લાયક આદિવાસી યુવાનોની છાતી પર પગ મુકીને ધરાર નિમણૂકના હુકમો આપી દેવામાં આવ્યા હતા. જેની અમે સરકારને યાદ અપાવીએ છીએ.


સમગ્ર રાજ્યના આદિવાસી સમાજે તા. ૧૩/૯/૨૦૧૭ ના રોજ તમામ આદિવાસી વિસ્તારના તાલુકા મામલતદારશ્રીઓને તથા તમામ આદિવાસી જિલ્લાના કલેકટરશ્રીઓને, સરકારના આદિજાતી વિભાગના મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, આદિજાતી કમિશ્નરશ્રી, સરકારના મુખ્ય સચિવશ્રી ને લેખીત આવેદન પત્રો / અરજીઓ કરીને આ બાબતે વિરોધ રજૂઆતો કરી હતી. જેની સરકારે ધરાર અવગણના કરીને હુકમો આપી દીધા હતા. તે પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર આદિવાસી સમાજના સાચા લાયક યુવાનોને GPSC ની પરીક્ષા પાસ કરવા છતાં તેમના હકકની નોકરી આપવા માંગતી નથી.


ખોટાં પ્રમાણપત્રોની ચકાસણી માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કુ. માધુરી પાટીલના કેસમાં ચોક્કસ ગાઈડલાઈન આપી વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલી છે. આ વિશ્ર્લેષણ સમિતિના હુકમને હાઈકોર્ટમાં પણ પડકારી શકાતો નથી. વિષયમાં દર્શાવેલ ૧૪ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો હવે જ્યારે વિશ્ર્લેષણ સમિતિએ પણ અમાન્ય (ખોટાં) ઠરાવી દીધાં છે. તો તેના આધારે આ તમામ ૧૪ ખોટાં –અમાન્ય પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોને તત્કાળ નોકરીમાંથી છૂટા કરીને જગ્યાઓ ખાલી કરાવી તે જગ્યાઓ ઉપર સાચા લાયક આદિવાસી એસ.ટી. પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે તે સુનીશ્ચિત કરવાની સરકારની જવાબદારી અને ફરજ છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી આ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ઉપરોક્ત બાબતે સમગ્ર રાજ્યનો આદિવાસી અનુસૂચિત જનજાતિ સમાજ આતુરતાપૂર્વક જાણવા માગે છે કે સુપ્રિમકોર્ટની નીમેલી વિશ્ર્લેષણ સમિતિના નિર્ણય પછી પણ ઉપરોક્ત ૧૪ ખોટાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો ધરાવતા વ્યક્તિઓને કેમ નોકરીમાંથી દૂર કરવામાં અવતા નથી ? અને તેમની જગ્યાએ સાચા લાયક ૧૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને તેમના હક્કની નોકરીઓ પર નિમણૂક કયા કારણોસર આપવામાં આવતી નથી ??? સમગ્ર રાજ્યના આદિવાસી સમાજનો તીવ્ર વિરોધ હોવા છતાં પણ સરકારે આ ૧૪ ખોટાં શંકાસ્પદ અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટવાળા ઉમેદવારોને જે ઝડપથી જે ત્વરાથી નિમણૂકના હુકમો આપી દીધા હતા તે જ ઉમેદવારોના પ્રમાણપત્રો વિશ્ર્લેષણ સમિતિ દ્વારા અમાન્ય ખોટા ઠરતા તેમને નોકરીમાથી દૂર કરીને સાચા ઉમેદવારોને નોકરીના હુકમો આપવાની ઝડપ અને ત્વરા સરકાર દ્વારા કેમ દાખવવામાં આવતી નથી ? ખોટા માટે અસાધારણ ઝડપ અને સાચા માટે અસાધારણ વિલંબ કેમ ? આ પ્રશ્નનો સરકાર પાસે અમે જવાબ માંગીએ છીએ. સમગ્ર રાજ્યના આદિવાસી યુવાનો જાણવા માંગે છે કે કયા કારણોસર અમારા બંધારણીય અધિકારોથી અમને વંચિત રાખવામાં આવી રહ્યા છે ? એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં કયા કારણોસર અમારા પેટ પર લાત મારવામાં આવી રહેલ છે ? અમારે હજી કેટલી રાહ જોવાની છે ? શું અમારી રજૂઆતો અને બંધારણીય હકકોની માંગણીઓ ગેરકાયદેસર છે ? સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઉપરોક્ત પ્રશ્નોનાં જવાબો માંગી રહ્યો છે ?


સરકારી તંત્રમાં જેમની ફરજ અને જવાબદારી બનતી હોય તેવા તમામ અધિકારીઓ-મામલતદારશ્રીઓ, કલેકટરશ્રીઓ, –કમિશ્નરશ્રીઓ, સચિવશ્રીઓ, મુખ્ય સચિવશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, -આદિજાતી મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ગુજરાતનાં મહામહીમ રાજયપાલ સાહેબ, તથા TAC ને અમો સમગ્ર ગુજરાત રાજ્યનો સમસ્ત આદિવાસી અનુસૂચિત જનજાતિ સમાજ ઉપરોક્ત પ્રશ્નોના જવાબ આપવા માટે વિનંતી કરીએ છીએ. અમારા ઉપરોક્ત પ્રશ્નોનાં અમને લેખીતમાં જવાબ મળે તેવી અમારી વિનંતી અને માંગણી છે. અમારા ઉપરોક્ત પ્રશ્નોનાં અમને ઝડપથી જવાબ મળે તેવી અમારી વિનંતી છે. જો અમારા ઉપરોક્ત પ્રશ્નોનાં જવાબો તમારી પાસે ના હોય તો ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ કેટેગરીના ૧૪ સાચા લાયક ઉમેદવારોને તાત્કાલીક ધોરણે નોકરીમાં નિમણૂકના હુકમો આપી દેવા માટે અમે આ પત્રથી નમ્રતાપૂર્વક અગ્રહભરી આખરી વિનંતી કરીએ છીએ અને ત્વરીત પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ.

અમારા આદિવાસી અનુસૂચિત જનજાતિ સમાજના ૧૪ સાચા લાયક ઉમેદવારોને મળવાપાત્ર સરકારી નોકરીઓના બંધારણીય અધિકારોનો ભોગવટો ખોટાં ગેરકાયદેસર પ્રમાણપત્રો ધરાવતા લોકો કરી રહ્યા છે. તેમના પ્રમાણપત્રો ખોટાં અમાન્ય હોવાનું સુપ્રિમ કોર્ટ દ્વારા નીમેલી વિશ્ર્લેષણ સમિતિએ જાહેર કરી દીધું છે. તેથી તેમને તાત્કાલીક નોકરીમાંથી દૂર કરીને તેમની જગ્યાએ અનુસૂચિત જનજાતિના સાચા લાયક ઉમેદવારોને એક માસની સમય મર્યાદામાં નોકરીના હુકમો આપી દેવા માટે અમે સરકારને આ પત્રથી તાકીદ કરીએ છીએ. અમારી આ બાબતે એક વર્ષથી કરવામાં આવી રહેલી રજૂઆતો, આવેદનપત્રો, વિનંતીઓની સરકારે અવગણના કરી છે, બે દરકારી દાખવી છે. તથા સાચા વિરૂદ્ધ ખોટાને ઝડપી સાથ આપવાની નીતિ અપનાવી રાખી છે અને આ રીતે અમારા અધિકારો અપાવવામાં ઘોર અન્યાય અને સમજણ પૂર્વક ચોક્કસ બદઈરાદા ભર્યો વિલંબ કર્યો છે. જેની સમગ્ર આદિવાસી સમાજને ખબર પડી ગઈ છે. હવે અમને એવું લાગે છે કે અમારા યુવાનોને તેમના હકકની મળવાપાત્ર નોકરીઓ માત્ર વિનંતીઓ, રજૂઆતો, કરી હાથ જોડીને બેસી રહેવાથી મળવાની નથી. એક વર્ષ સુધી ધીરજ પૂર્વક રાહ દેખી, નમ્રતા પૂર્વક વિનંતીઓ કરી કરીને હવે અમે થાકી ગયા છીએ. સરકાર અમારી ધીરજની પરીક્ષા કરી રહી હોય એ રીતે અમારી સાતત્યપૂર્ણ નમ્ર રજૂઆતો /વિનંતીઓ પત્થર પર પાણી પુરવાર થઈ છે. પરિણામે હારી થાકીને અમારા બંધારણીય કાયદેસરના હક્કો એટલે કે (૧૪ જણાની નોકરી ) મેળવવા માટે આ ગુજરાતની જાડી ચામડીની સરકાર સામે જંગે ચઢવાનું અમે નક્કી કર્યું છે. તેમ છતાં જો સરકારને અમારી ઉપરોકત માંગણી સ્વીકાર્ય હોય તો આજથી એક માસની સમય મર્યાદામાં અમારા ૧૪ સાચા લાયક યુવાનોને નોકરીમાં રાખવાના હુકમો કરી દેવા માટે અમે ગુજરાત સરકારને આખરી મહેતલ આપીએ છીએ.


અમારી ઉપરોક્ત એક મહિનાની મહેતલ- સમયમર્યાદા પૂર્ણ થતાં તા.૧૪/૧૦/૨૦૧૮ ના રોજ અમારા ઉપરોક્ત કાયદેસરના બંધારણીય અધિકારો મેળવવા માટે અમે ગુજરાત રાજ્યના આદિવાસ સમાજના…..

૧. ગુજરાત રાજ્યના અનુસૂચિત વિસ્તારના કોઈ પણ એક જિલ્લાની કલેકટર કચેરીના આંગણે ઉપવાસ પર બેસીશું.
. ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી ગણપત ભાઈ વસાવા સાહેબની કચેરીને ઘેરો કરીશુ.
૩. અનુસૂચિત વિસ્તારમાંથી પસાર થતાં તમામ માર્ગો પર અહિંસક આંદોલન કરી સહકુટુંબ દૈનિક જીવન જીવવાનો અધિકાર માણીશું.
ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા અમને કરવામાં આવેલા ઉપરોક્ત ઘોર અન્યાય વિરૂદ્ધ ન્યાય મેળવવાના અમારા ૧૨ મહિનાથી ચાલતા તમામ પ્રયાસો નિષ્ફળ જતાં અમે ઉપર મુજબની લડત આપવાના અમારા આયોજનની આ અલ્ટીમેટમ / આખરી વિનંતી દ્વારા ગુજરાત સરકારને જાણ કરીએ છીએ. આગળ જે કાંઈ પણ થશે તે માટેની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની વર્તમાન સરકારની રહેશે જેની તમામ લાગતાં વળગતાઓએ નોંધ લેવા આથી જાહેર કરીએ છીએ.


SHARE WITH LOVE
  • 1.8K
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    1.8K
    Shares

Leave a Reply

Your email address will not be published.